________________
સિદ્ધ થવાથી દોહદો શમી ગયા છે. અને હવે દોહદ થતા અટકી ગયા છે એવી તે સુખે સુખેટેકો લઈને બેસે છે, સૂવે છે, ઉભી રહે છે, આસન ઉપર બેસે છે, પથારીમાં આળોટે છે, એ રીતે તે, ગર્ભને સુખે સુખે ધારણ કરે છે.
[૩] તે કાલે તે સમયે ગ્રીષ્મઋતુ ચાલતી હતી તેનો જે તે પ્રથમ માસ એટલે ચૈત્ર માસ અને તે ચૈત્ર માસનો બીજો પક્ષ એટલે ચૈત્ર માસનો શુદ્ધ પક્ષ પ્રવર્તતો હતો, તે ચૈત્ર માસના શુદ્ધ પક્ષનો તેરમો દિવસ એટલે ચૈત્ર શુદિ તેરશને દિવસે બરાબર નવ મહિના તદ્દન પૂરા થયા હતા અને તે ઉપર સાડાસાત દિવસ વીતી ગયા હતા, ગ્રહો બધા ઉચ્ચ સ્થાનમાં આવેલા હતા, ચંદ્રનો પ્રથમ યોગ ચાલતો હતો, દિશાઓ બધી સૌમ્ય, અંધકાર વિનાની અને વિશુદ્ધ હતી, શુકનો બધાં જયવિજયનાં સૂચક હતાં, પવન જમણી તરફનો અનુકૂળ અને પૃથ્વી અડીને ધીરે ધીરે વાતો હતો, મેદિની બરાબર પાન પાકી જવા ઉપર આવવાને લીધે નીપજેલી હતી, દેશના તમામ લોકો પ્રમોદવાળા બની રમતગમતમાં ગુલતાન હતા તેને સમયે લગભગ મધરાતના વખતે હસ્તોત્તરા નક્ષત્રનો એટલે ઉત્તરાફાલ્યુની નક્ષત્રનો યોગ આવતાં ત્રિશલા ક્ષત્રિયાણિએ આરોગ્યપૂર્વક પુત્રને જન્મ આપ્યો.