________________
પ્રકાશકીય...
પૂજ્યો દ્વારા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વમાં સંવત્સરીના પવિત્ર દિને વાંચવામાં આવનાર પવિત્ર ગ્રંથ પ્રકાશિત કરવાનો લાભ અમારા શાહુપુરી સંઘને પ્રાપ્ત થયો જેથી અમારો સંઘ ઘણીજ ધન્યતા અનુભવે છે. આ ગ્રંથનું સંપાદક મુનિવર વિક્રમસેન વિ.મ. કરી આપેલ છે તે અભિનંદનીય છે.
અમારા સંઘના પરમ પુણ્યોદયે ચાલુ સાલે સં. ૨૦૫૩ ના પૂ. લબ્ધિ-ભુવન-ભદ્રંકરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન શાંતમૂર્તિ-સૂરિમંત્ર સમારાધક આચાર્યદેવ શ્રીમદ્વિજય પુણ્યાનંદસૂરીશ્વરજી મ.સા. પ્રવચનકાર પંન્યાસ શ્રી મહાસેનવિજયજી મ.સા., અમારા સંઘના જ્ઞાનદાતા (સંસારીઅધ્યાપક શ્રી સુરેન્દ્રભાઈ) પૂ. મુનિરાજ શ્રી સંયમસેનવિજયજી મ.સા. આદિ થાણા-૭ તથા અમારા શાહુપુરી સંઘના રત્ન સમાન પૂ.સા. વિનયપ્રભાશ્રીજી મ.સા.ના શિષ્યા પૂ. સાધ્વીવર્યા શ્રી ઉદયપ્રભાશ્રીજી આદિ ઠાણા-૫ ના ચાર્તુમાસનો અમોને લાભ પ્રાપ્ત થયો ચાર્તુમાસ ઘણુંજ આરાધનામય અને પ્રેરણામય બન્યું,
આ પૂર્વે પણ ઘણાજ મહાત્માઓની અમારા શ્રી સંઘ પર કૃપા વરસેલ છે. તેઓશ્રીના ચાર્તુમાસનો લાભ પણ અમારા સંઘને પ્રાપ્ત થયેલ છે. અને સંઘમાં ધર્મભાવનાઓ દૃઢ થવા પામેલ છે અમારા પર કૃપા વરસાવી ચાર્તુમાસ કરનાર મહાત્માઓ
૭ ૫.પૂ. ધર્મદિવાકર આચાર્યદેવ શ્રી ભુવનતિલકસૂરીશ્વરજી મ. સા.
૭ ૫.પૂ. પંન્યાસપ્રવર ચરણવિજયજી ગણિવર
૭ ૫.પૂ. આચાર્યદેવ શ્રી વિબુધપ્રભસૂરીશ્વરજી મ.સા.