________________
પ્રથમાવૃત્તિમાંથી પ્રકાશકનું નિવેદન... | શ્રી જૈન કલા સાહિત્ય સંશોધન સીરીઝના ૧૬ મા પુષ્પ તરીકે (જીરા) પંજાબના (જેસલમેર) રાજસ્થાનના અને ગુજરાતના મુખ્ય મુખ્ય શહેરોમાં આવેલા જૈનગ્રંથભંડારોમાં સચવાઈ રહેલી કલ્પસૂત્રોની તાડપત્રની તથા કાગળની સુવર્ણાક્ષરી હસ્તપ્રતોમાંનાં અમૂલ્ય ચિત્રોની ચૂંટણી કરીને આ પવિત્ર ગ્રંથરત્ન જાહેર જનતા સમક્ષ મૂકવા જો હું ભાગ્યશાળી થયો હોઉં તો તેનો મુખ્ય યશ તે તે ભંડારો આજસુધી જાળવી રાખીને તેનો છૂટથી ઉપયોગ કરવા માટે મને અનુમતિ આપનાર તે તે મુનિ મહારાજોને તથા વહીવટદારોને ઘટે છે. એકંદરે આ એક જ ચિત્રો પોથીમાં તેરમા સૈકાથી શરુ કરીને ઓગણીસમાં સૈકા સુધીની ગુજરાતની જૈનાશ્રિત ચિત્રકલાના સુંદર નમૂનાઓ જૂદી જૂદી ૨૭ હસ્તપ્રતોમાંથી રજૂ કરવામાં આવેલા છે. આ ગ્રંથ છપાતો હતો તે દરમ્યાન
સ્વર્ગસ્થ વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ પૂજ્ય શ્રીનંદનસૂરીશ્વરજીના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા, અને આવા અમૂલ્ય પ્રકાશનની જરૂરિયાત પણ હોવાનું તેઓએ | કહ્યું હતું. અને મારા આ ઉત્તમ કાર્યમાં આગળ વધવા સુભાશિષ પણ આપી હતી. તેની હું નોંધ લેવાનું યોગ્ય માનું છું.
આ પ્રકાશનને મૂર્ત સ્વરૂપ આપવાનું સૂચન આજથી બાર વરસ ઊપર સ્વર્ગસ્થ આગમપ્રભાકર શ્રીપુણ્યવિજયજીએ મને અમદાવાદના પર લુણાવાડાની પોળના ઉપાશ્રયે કર્યું હતું. પ્રસ્તુત પ્રકાશનના શરૂઆતના ૧૬ પાનાં છપાઈ ગયા પછી, નમસ્કાર મહામંત્રના પરમ ઉપાસક અને મારા
પરમ ઉપકારી ગુરૂદેવ પંન્યાસજી શ્રી અભયસાગરજીએ પ્રતના પાને પાને પ્રસિદ્ધ કરેલ સંગીત અને નાટ્યશાસ્ત્રનાં રૂપોને બીજા રંગમાં છાપવાથી ગ્રંથની મહત્તા વધશે; એવું સૂચન મને અમદાવાદના ખાનપુરમાં આવેલા શેઠ માણેકલાલ મનસુખભાઈના જૈન ઉપાશ્રયમાં કરવાથી જ, આ પ્રકાશન