________________
દાં જરાક
કે એ સિંહ ગગનતળને ફાડી નાખવાને ફાળ ભરતો ન હોય એવો દેખાય છે એવો એ ધ્વજ છે તથા એ ધ્વજ, સુખકારી મંદમંદ પવનને લીધે ફરફરી રહેલ છે, ઘણો મોટો છે અને માણસોને એ ભારે દેખાવડો લાગે છે. [૮]
[૪૨] ત્યાર પછી વળી, ઊત્તમ કંચનના જેવા ઊજળા રુપવાળો, ચોખા પાણીથી ભરેલો, ઉત્તમ, ઝગારા મારતી કાંતિવાળો, કમળોના જત્થાથી ચારે બાજુ શોભતો એવો રુપાનો કળશ માતાને નવમે સ્વપ્ન દેખાય છે તમામ પ્રકારના મંગલના ભેદો એ કળશમાં ભેગા થયેલા છે એવો એ સર્વ મંગલમય છે, ઉત્તમ રત્નોને જડીને બનાવેલા કમળ ઊપર એ કળશ શોભી રહેલ છે, જેને જોતાં જ આંખ ખુશખુશ થઈ જાય છે એવો એ રૂપાળો છે, વળી, એ પોતાની પ્રભાને ચારે કોર ફેલાવી રહ્યો છે, તમામ દિશાઓને બધી બાજુએ ઊજળી કરી રહ્યો છે, પ્રશસ્ત એવી લક્ષ્મીનું એ ઘર છે, તમામ પ્રકારનાં દૂષણો વિનાનો છે, શુભ છે, ચમકિલો છે, શોભાવડે ઉત્તમ છે, તથા તમામ ઋતુનાં સુગંધી ફૂલોની માળાઓ એ કળશના કાંઠા ઉપર મૂકેલી છે એવા રુપાના પૂર્ણકલશને તે માતા જુએ છે. [૯]
[૪૩] ત્યાર પછી વળી, પદ્મસરોવર નામના સરોવરને માતા દસમાં સ્વપ્નમાં જુએ છે, એ સરોવર, ઉગતા સૂર્યનાં
ETTTTTS