________________
એ બધાની જેવો વર્ણ-રંગે ધોળો છે, શુભ છે, હૃદય અને નયન એ બન્નેને ગમે એવો છે, બરાબર સંપૂર્ણ-પૂરેપૂરો છે, પણ ગાઢ અને ઘેરાં અંધારાંવાળાં સ્થળોને અંધારાં વગરનાં બનાવનાર એવો એ ચંદ્ર છે તથા પક્ષ પૂરો થતાં એટલે શુક્લપક્ષ | પૂરો થતાં છેલ્લે દિવસે જેની આનંદ આપનારી તમામ કળાઓ પૂરેપૂરી રીતે ખિલી નીકળે છે એવો, કુમુદનાં વનોને | ખિલવનાર, રાત્રિને શોભાવનાર, ચોખા કરેલા દર્પણના કાચ જેવો ચમક્તો, હંસ સમાન ધોળા વર્ણવાળો, તારા અને | નક્ષત્રોમાં પ્રધાન, તથા સમાન, દરિયાના પાણીને ઊછાળનારો, દૂમણી અને પતિ વગરની વિરહી સ્ત્રીઓને ચંદ્ર પોતાનાં કિરણોવડે સૂકવી નાખે છે એવો, વળી, એ ચંદ્ર સોમ્ય સુંદર રુપવાળો છે, વળી વિશાળ ગગનમંડળમાં સૌમ્ય રીતે ફરતો તે, જાણે ગગનમંડળનું હાલતું ચાલતું તિલક ન હોય એવો, રોહિણીના મનને સુખકર એવો એ રોહિણીનો ભરથાર છે એવા, સારી રીતે ઉલ્લસતા એ પૂર્ણચંદ્રને તે ત્રિશલાદેવી છટ્ટા સ્વપ્નમાં જુએ છે. [૬]
[૪૦] ત્યાર પછી વળી, અંધારાં પડળોને ફોડી નાખનાર, તેજથી ઝળહળતો, રાતો આસોપાલવ, ખિલેલાં કેસુડાં, I H પોપટની ચાંચ, ચણોઠીનો અડધો લાલ ભાગ એ બધાનાં રંગ જેવો લાલચોળ, કમળનાં વનોને ખિલવનાર, વળી,
Saint