________________
સ્થાપિત કરવો ઘટે એમ વિચારે છે, એમ વિચારીને પાયદળસેનાના સેનાપતિ હરિગમેસિ નામના દેવને સાદ દે છે, હરિણેગમેસિ નામના દેવને સાદ દઈ તેને એ ઈન્દ્ર આ પ્રમાણે કહ્યું.
[૨૧] હે દેવાનુપ્રિય ! એમ ખરેખર છે કે આજ લગી એ થયું નથી, એ થવાં યોગ્ય નથી અને હવે પછી એ થવાનું નથી કે અરહંત, ભગવંતો ચક્રવર્તી રાજાઓ, બલદેવ રાજાઓ, વાસુદેવ રાજાઓ અંત્યકુલોમાં, અધમકુલોમાં કંજુસનાં કુલોમાં, દળદરિયાં કુલોમાં, તુચ્છ કુલોમાં કે ભિખારીનાં કુલોમાં આજલગી કોઈવાર આવેલા નથી, વર્તમાનમાં આવતા નથી અને હવે પછી કોઈવાર આવનારા નથી. ખરેખર એમ છે કે, અરહંત ભગવંતો, ચક્રવર્તી રાજાઓ, બલદેવ રાજાઓ કે વાસુદેવ રાજાઓ, ઉગ્રવંશનાં કુલોમાં ભોગવંશનાં કુલોમાં, રાજન્યવંશનાં કુલોમાં, જ્ઞાતવંશનાં કુલોમાં, ક્ષત્રિયવંશનાં કુલોમાં, ઈક્વાકુવંશનાં કે હરિવંશનાં કુલોમાં કે બીજા કોઈ તેવા પ્રકારનાં વિશુદ્ધ જાતિ વિશુદ્ધ કુલ અને વિશુદ્ધવંશમાં આજલગી આવેલા છે, વર્તમાનમાં આવે છે અને હવે પછી પણ તેઓ ઉત્તમકુલમાં આવવાના છે.
[૨૨] વળી, એવો પણ લોકોને અચરજમાં નાખી દે એવો બનાવ, અનંત અવસર્પિણીઓ અને ઉત્સર્પિણીઓ વીતી
?
Jain
W
inery.org