SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ טיל 4 פיל ઈઈ એ પુત્ર હાથેપગે સુકુમાળ થશે, પાંચ ઈન્દ્રિયોએ અને શરીરે હીણો નહીં પણ બરાબર સંપૂર્ણ-પૂરો થશે, સારા લક્ષણવાળો થશે, સારાં વ્યંજનવાળો થશે, સારાં ગુણોવાળો થશે, માનમાં, વજનમાં તથા પ્રમાણે કરીને એટલે ઉંચાઈમાં બરાબર પૂરો હશે, ઘાટીલાં અંગોવાળો તથા સર્વાંગ સુંદર-સર્વઅંગોએ સુંદર-હશે, ચંદ્ર જેવો સૌમ્ય હશે તથા મનોહરનમણો, દેખાવે વહાલો લાગે તેવો, સુંદર રૂપવાળો અને દેવકુમારની સાથે સરખાવી શકાય તેવો હશે. 1000 [૯] વળી, તે પુત્ર, જ્યારે બાલવય વટાવી સમજણો થતાં મેળવેલી સમજણને પચાવનારો થઈ જુવાન વયમાં પહોંચશે ત્યારે તે ૠગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદને-એ ચારે વેદોને અને તે ઉપરાંત પાંચમાં ઈતિહાસનેમહાભારતને-છઠ્ઠા નિધંટુ નામના શબ્દકોશને જાણનારો થશે. તે, એ બધાં પૂર્વોક્ત શાસ્ત્રોને સાંગોપાંગ જાણનારો થશે, રહસ્યસહિત સમજનારો થશે, ચારે પ્રકારના વેદોનો પારગામી થશે, જેઓ વેદ વગેરેને ભૂલી ગયા હશે તેમને એ તમારો પુત્ર યાદ કરાવનાર થશે, વેદનાં છએ અંગોનો વેત્તા જાણકાર થશે, ષષ્ટિતંત્ર નામના શાસ્ત્રનો વિશારદ થશે, તથા સાંખ્ય શાસ્ત્રમાં છંદશાસ્ત્રમાં, વ્યુપ્તત્તિશાસ્ત્રમાં, જ્યોતિષશાસ્ત્રમાં ang cans $ $ G
SR No.600026
Book TitleBarsasutra
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijayji
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy