SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૭૪] વર્ષાવાસ રહેલો ભિક્ષુ, આહાર, પાણી માટે ગૃહસ્થના કુલ ભણી નીકળવાનું ઈચ્છે અથવા તે તરફ પેસવાનું ઈચ્છે તો આચાર્યને, ઉપાધ્યાયને, સ્થવિરને, પ્રવર્તકને, ગણિને, ગણધરને, ગણાવચ્છેદકને અથવા જે કોઈને પ્રમુખ કરીને | વ વિહરતા હોય તેમને પૂછયા વિના તેને તેમ કરવાનું ન ખપે, તેમને પૂછી તેને તેમ કરવાનું ખપે, ભિક્ષુ તેમને આ રીતે પૂછેઃ “હે ભગવાન્ ! તમારી સમ્મતિ પામેલો હું ગૃહપતિના કુલ ભણી આહાર, પાણી માટે નીકળવું અથવા પેસવું ખપે ? જો તેઓ તેને સમ્મતિ ન આપે તો ભિક્ષુને આહાર, પાણી માટે ગૃહસ્થના કુલ ભણી નીકળવું અથવા પેસવું ન ખપે. પ્ર.- હે ભગવનું તે એમ કેમ હો છો? ઉ.- સમ્મતિ આપવામાં કે ન આપવામાં આચાર્યો પ્રત્યવાયને એટલે વિદનને આફતને જાણતા હોય છે. [૨૭૫] એ જ પ્રમાણે વિહારભૂમિ તરફ જવા સારું અથવા બીજું જે કાંઈ પ્રયોજન પડે તે સારું અથવા એ ગામથી બીજે ગામ જવા સારું એ બધી પ્રવૃત્તિઓ માટે ઊપર પ્રમાણે જાણવું.
SR No.600026
Book TitleBarsasutra
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijayji
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy