________________
T.
&ઇ કે આ 2 - શ )
[૨૫૭] વર્ષાવાસ રહેલા અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના કુલમાં પેઠેલાં નિગ્રંથને કે નિગ્રંથીને રહી રહીનેઆંતરે આંતરે વરસાદ પડે ત્યારે બાગમાં (ઝાડની) નીચે જવું ખપે અથવા ઝાડના મૂલની ઓથે જવું ખપે.
ઊપર જણાવેલી જગ્યાએ ગયા પછી ત્યાં જો નિગ્રંથ કે નિગ્રંથી પહોંચ્યા પહેલાં જ અગાઉથી તૈયાર કરેલા ચાવલઓદન મળતા હોય ને તેમના પહોંચ્યા પછી પાછળથી તૈયાર કરેલો ભિલિંગસૂપ એટલે મસૂરની દાળ કે અડદની દાળ વા તેલવાળો સૂપ મળતો હોય તો તેમને ચાવલઓદન લેવો ખપે અને ભિલિંગસૂપ લેવો ન ખપે.
ત્યાં જો તેમના પહોંચ્યા પહેલાં અગાઉથી તૈયારથી થયેલો ભિલિંગસૂપ મળતો હોય અને ચાવલ-ઓદન તેમના પહોંચ્યા પછી પાછળથી તૈયાર કરેલો મળતો હોય તેમને ભિલિંગસૂપ લેવો ખપે, ચાવલ-ઓદન લેવો ન ખપે.
ત્યાં તેમના પહોંચ્યા પહેલાં એ બને વાનાં અગાઉથી તૈયાર થયેલાં મળતાં હોય તો તેમને તે બને વાનાં લેવાં ખપે.
ત્યાં તેમના પહોંચ્યાં પહેલાં અગાઉથી તૈયાર થયેલું હોય તે તેમને લેવું ખપે અને તેમાં જે તેમના પહોંચ્યા પછી પાછળથી તૈયાર થયેલું હોય તે તેમને લેવું ન ખપે.
Jain Education intamanna
For the season we only
www.
nary.org