SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪ માઢરગોત્રી સ્થવિર આર્ય સંભૂતિવિજયને પુત્રી સમાન, પ્રખ્યાત એવી આ સાત અંતેવાસિનીઓ હતી. ૧ યક્ષા, ૨ યક્ષદરા, ૩ ભૂતા, ૪ ભૂતદત્તા, અને પ સેણા, ૬ વેણા, ૭ રેણા; આ સાતે સ્થૂલભદ્રની બહેનો હતી. [૨૦] ગૌતમગોત્રી આર્ય સ્થૂલભદ્ર સ્થવિરને પુત્રસમાન, પ્રખ્યાત આ બે સ્થવિરો અંતેવાસી હતા. એક એલાવચ્ચગોત્રી સ્થવિર આર્ય મહાગિરિ, ૨ વાસિષ્ટગોત્રી સ્થવિર આર્ય સુહસ્તી. એલાવચ્ચગોત્રી સ્થવિર આર્ય મહાગિરિને પુત્ર સમાન, પ્રખ્યાત આ આઠ સ્થવિરો અંતેવાસી હતા. ૧ સ્થવિર ઉત્તર, ૨ સ્થવિર બલિસ્સહ, ૩ સ્થવિર ઘણઢ, ૪ સ્થવિર સિરિ, ૫ સ્થવિર કોડિન, ૬ સ્થવિર નાગ, ૭. સ્થવિર નાગમિત્ત, ૮ ષડુલૂક કૌશકગોત્રી સ્થવિર રોહગુપ્ત. કૌશિકગોત્રી સ્થવિર ષડુલૂક રોહગુપ્તથી ત્યાં તેરાસિયા સંપ્રદાય નીકળ્યો. સ્થવિર ઉત્તરથી અને સ્થવિર બલિસ્સહથી ત્યાં ઉત્તરબલિસ્સહ નામે ગણ નીકળ્યો. તેની આ ચાર શાખાઓ આ પ્રમાણે કહેવાય છે તે જેમકે; ૧ કોલંબિયા, ૨ સોઈરિયા, ૩ કોઠંબાણી, ૪ ચંદનાગરી. ૧૭૬ BELLA www .org
SR No.600026
Book TitleBarsasutra
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijayji
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy