________________
૪)
કી
[૧૯૨] કૌશલિક અરહંત ઋષભ ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા, તે જેમકે; “હું ચવીશ' એમ તે જાણે છે, ઈત્યાદિ બધું આગળ શ્રીમહાવીરના પ્રકરણમાં આવ્યું છે તેમ કહેવું યાવત્ “માતા સ્વપ્ન જુએ છે ત્યાં સુધી. તે સ્વપ્નો આ પ્રમાણે | G છેઃ “ગજ, વૃષભ” ઈત્યાદિ. વિશેષમાં એ કે, પ્રથમ સ્વપ્નમાં “મુખમાં પ્રવેશ કરતા વૃષભને જુએ છે” એમ અહીં સમજવું. આ સિવાય બીજા બધા તીર્થકરની માતાઓ પ્રથમ સ્વપ્નમાં “મુખમાં પ્રવેશ કરતા હાથીને જુએ છે એમ સમજવું. પછી સ્વપ્નની હકીકત ભાર્યા મરુદેવી, નાભિ કુલકરને કહે છે. અહીં સ્વપ્નોના ફળ બતાવનારા સ્વપ્નપાઠકો નથી એટલે એ સ્વપ્નોના ફળને નાભિ કુલકર પોતે જ કહે છે.
[૧૩] તે કાલે તે સમયે જે તે ગ્રીષ્મ ઋતુનો પ્રથમ માસ, પ્રથમ પક્ષ એટલે ચૈત્ર માસની વદિ આઠમના પક્ષે નવ માસ બરાબર પૂરા થયા પછી અને તે ઉપર સાડા સાત રાત દિવસ વીતી ગયા પછી ભાવતુ આષાઢા નક્ષત્રનો જોગ થતાં આરોગ્યવાળી માતાએ આરોગ્યપૂર્વક કૌશલિક અરહંત ઋષભ નામના પુત્રને જન્મ આપ્યો.
અહીં પૂર્વે કહ્યા પ્રમાણે જન્મ સંબંધી બધી તે જ હકીકત કહેવી, યાવત્ દેવો અને દેવીઓએ આવીને વસુધારાઓ
US
હલી kg) થી
Jain Educanthem
www
.og