________________
પર્યાયમાં રહ્યા, તદ્દન પૂરાં નહીં-થોડાં ઓછાં સાતમેં વરસ સુધી કેવળિની દશામાં રહ્યા-એમ એકંદર તેઓ પૂરેપૂરાં સાતમેં વરસ સુધી શ્રમણ્યપર્યાયને પાળીને તેઓ પોતાનું એક હજાર વરસ સુધીનું સર્વ આયુષ્ય પામીને વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્રકર્મ એ ચારે કર્મો તદન ક્ષીણ થઈ ગયા પછી અને આ દુઃષમસુષમા નામની અવસર્પિણી ઘણી વીતી ગયા પછી જ્યારે જે તે ગ્રીષ્મઋતુનો ચોથો માસ આઠમો પક્ષ એટલે અષાડ શુદિ આઠમના પક્ષે ઉજ્જિતશલ શિખર ઊપર તેમણે બીજા પાંચસેને છત્રીશ અનગારો સાથે પાણી વગરનું માસિકભક્ત તપ તપ્યું, તે સમયે ચિત્રાનક્ષત્રનો જોગ થતાં રાતનો પૂર્વ ભાગ અને પાછલો ભાગ જોડાતો હતો તે સમયે મધરાતે નિષદ્યામાં રહેલાં અર્થાત્ બેઠાબેઠા અરહંત અરિષ્ટનેમિ કાલગત થયા યાવત્ સર્વ દુઃખોથી તદ્દન છૂટા થયા.
[૧૬૯] અરહંત અરિષ્ટનેમિને કાલગત થયાંને ચોર્યાશી હજાર વરસ વીતી ગયાં અને તે ઊપર પંચાશીમા હજાર વરસનાં નવસે વરસ પણ વીતી ગયાં, હવે તે ઉપર દસમા સૈકાનો આ એશીમાં વરસનો સમય ચાલે છે અર્થાત્ અરહંત અરિષ્ટનેમિને કાલગત થયાંને ચોરાશી હજાર નવસેને એંશી વરસ વીતી ગયા.
લા) 20)
Jain Educatio
n
કોઇ
પણTily
www.
by.org