________________
| [૧૬૬) અરહંત અરિષ્ટનેમિને અઢાર ગણો અને અઢાર ગણધરો હતા. અરહંત અરિષ્ટનેમિના વરદત્ત વગેરે અઢાર હજાર શ્રમણોની, આર્યયક્ષિણી વગેરે ચાળીશ હજાર આર્યાઓની, ઉત્કૃષ્ટ આર્થિક સંપત નંદ વગેરે એકલાખ અને ઓગણોસિત્તેર હજાર શ્રાવકોની, મહાસુવ્રતા વગેરે ત્રણ લાખ છત્રીસ હજાર શ્રાવિકોઓની, જિન નહીં પણ જિનની સમાન તથા સર્વ અક્ષરના સંયોગોને બરાબર જાણનારા એવા ચારસે ચૌદપૂર્વીઓની, પંદરસેં અવધિજ્ઞાનવાળાઓની, પંદરસે કેવળજ્ઞાનવાળાઓની, પંદરસેં વૈક્રિયલબ્ધિવાળાઓની, એક હજાર વિપુલમતિજ્ઞાનવાળાઓની, આઠમેં વાદીઓની અને સોળસેં અનુત્તરૌપપાતિકોની ઉત્કૃષ્ટ સંપદા હતી. તેઓના પંદરસે શ્રમણો અને ત્રણ હજાર શ્રમણીઓ સિદ્ધ થઈ.
[૧૬૭] અરહંત અરિષ્ટનેમિના સમયમાં અંતકૃતોની ભૂમિ બે પ્રકારની હતી, યુગાંતકૃતભૂમિ અને પર્યાયાંતકૃતભૂમિ, અરહંત અરિષ્ટનેમિ પછી આઠમા યુગપુરુષ સુધી નિર્વાણનો માર્ગ ચાલુ હતો એ તેમની યુગાંતકૃતભૂમિ હતી. અરહંત અરિષ્ટનેમિને કેવળજ્ઞાન થયે બે વર્ષ પછી નિર્વાણનો માર્ગ ચાલુ થયો. એટલે તે તેઓની પર્યાયાંતકૃતભૂમિ થઈ.
[૧૬૮] તે કાલે તે સમયે અરહંત અરિષ્ટનેમિને ત્રણસેં વરસ સુધી કુમારવાસમાં રહ્યા, ચોપન રાતદિવસ છદ્મસ્થ