________________
જ આભરણ માળાઓ અને અલંકારો નીચે મૂકીને પોતાની જ મેળે પંચમુષ્ટિક લોચ કરે છે, લોચ કરીને પાણી વગરનો છટ્ટભક્ત કરવા સાથે તેમણે ચિત્રા નક્ષત્રનો જોગ આવતાં એક દેવદૂષ્ય લઈને બીજા હજારો પુરુષોની સાથે મુંડ થઈને ઘરવાસમાંથી નીકળીને અનગાર દેશાને સ્વીકારી.
[૧૬૫ અરહંત અરિષ્ટનેમિએ ચોપન રાતદિવસ ધ્યાનમાં રહેતાં હમેશાં શરીર તરફના લક્ષ્યને તજી દીધેલ હતું અને શારીરિક વાસનાઓને છોડી દીધેલ હતી ઈત્યાદિ બધું જેમ આગળ આવ્યું છે તેમ અહીં સમજવાનું છે. અરહંત અરિષ્ટનેમિને એ રીતે ધ્યાનમાં રહેતાં પંચાવનમો રાતદિવસ આવી પહોંચ્યો. જ્યારે તેઓ એ રીતે પંચાવનમાં રાતિદિવસની મધ્યમાં વર્તતા હતા ત્યારે જે તે વર્ષાઋતુનો ત્રીજો માસ, પાંચમો પક્ષ એટલે આસો માસની વદિ અમાવાસ્યાના પક્ષે દિવસના પાછલા ભાગમાં ઉજ્જિતશેલ શિખર ઊપર નેતરના ઝાડની નીચે પાણી વગરના અટ્ટમભક્તનું તેમણે તપ તપેલું હતું, બરાબર એ સમયે ચિત્રા નક્ષત્રનો યોગ આવતાં ધ્યાનમાં વર્તતાં તેમને અનંત એવું ઉત્તમ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. હવે તેઓ સમસ્ત દ્રવ્યો અને તેમના તમામ પર્યાયોને જાણતા દેખતા વિહરે છે.
( ૪ ) to es e up
Jain Education interesanai
For
online only
જી Timite may.gu