________________
નહીં પણ થોડાં ઓછાં સિત્તેર વરસ સુધી કેવળી પર્યાયને પામીને, પૂરેપૂરાં સિત્તેર વરસ સુધી શ્રમણ્યપર્યાયને પામીને એમ એકંદર સો વરસનું પોતાનું બધું આયુષ્ય પાળીને વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્રકર્મનો ક્ષય થયે આ દુઃષમસુષમા નામની અવસર્પિણી ઘણી વીતી ગયા પછી જે તે વર્ષાઋતુનો પ્રથમ માસ બીજો પક્ષ એટલે શ્રાવણમાસના શુક્લપક્ષની આઠમના પક્ષે સંમેતશેલના શિખર ઊપર પોતાના સહિત ચોત્રીશમા એવા અર્થાત્ બીજા તેત્રીશ પુરુષો અને પોતે ચોત્રીશમા એવા પુરુષાદાનીય અરહંત પાસ મહિના સુધી પાણી વગરના માસિકભક્તનું તપ તપ્યા. એ સમયે દેવસને ચડતે પહોરે વિશાખા નક્ષત્રનો યોગ થતાં બન્ને હાથ લાંબા રહે એ રીતે ધ્યાનમાં વર્તતા તેઓ કાળધર્મને પામ્યા. ૧૩૫. યાવત્ સર્વદુઃખોથી તદ્દન છૂટા થઈ ગયા.
[૧૬૦] કાલધર્મને પામેલા પુરુષાદાનીય અરહંત પાસને થયાં બારસે વરસ વીતી ગયાં અને આ તેરસોમાં વરસના ત્રીશમા વરસનો સમય જાય છે. ત્યારે આ વાંચન સભાસમક્ષ થયું.
evo
SUD
= TENH 1
Chi