________________
(BT ગોત્રકર્મ ક્ષીણ થયાં પછી આ અવસર્પિણી કાળનો દુઃષમ સુષમ નામનો ચોથો આરો બહુ વીત્યા પછી તથા તે આરાના ત્રણ વરસ T અને સાડા આઠ મહિના બાકી રહ્યા પછી મધ્યમાપાપા નગરીમાં હસ્તિપાળ રાજાના કારકુનોની બેસવાની જગ્યામાં એકલા, કોઈ
બીર્જ સાથે નહિ એ રીતે ભોજન અને પાનનો ત્યાગ કરીને એટલે કે છઠ્ઠ કરીને સ્વાતિ નક્ષત્રનો યોગ થતાં વહેલી સવારે એટલે કે ચાર ઘડી રાત બાકી રહેતાં પદ્માસનમાં બેઠેલા ભગવાન કલ્યાણફળવિપાકનાં પંચાવન અધ્યયનોને અને પાપફળવિપાકનાં બીજાં પંચાવન અધ્યયનોને અને કોઈએ નહિ પૂછેલા એવા પ્રશ્નોના ખુલાસા આપનારાં છત્રીસ અધ્યયનોને કહેતાં કહેતાં કાળધર્મને પામ્યા અને એમનાં જન્મ જરા અને અને મરણનાં બંધનો કપાઈ ગયાં. તેઓ સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા, તમામ કર્મોનો એમણે નાશ કર્યો. અને તેમનાં તમામ દુઃખો નાશ પામી ગયાં.
[૧૪૭] આજે શ્રમણ ભગવાન મહાવીરનું નિર્વાણ થયાંને નવસો વર્ષ વીતી ગયાં, તે ઉપરાંત આ હજારમાં વર્ષના એશીમાં વર્ષનો વખત ચાલે છે. એટલે ભગવાન મહાવીરને નિર્વાણ પામ્યાને આજે ૯૮૦ વરસ થયાં બીજી વાચનામાં વળી કેટલાક એમ કહે છે કે નવસો વરસ ઉપરાંત હજારમા વર્ષના તાણુમાં વર્ષનો કાળ ચાલે છે, એવો પાઠ દેખાય છે. એટલે એમને મતે મહાવીર નિર્વાણને નવસો તાણું-૯૯૭-વર્ષ થયાં કહેવાય. એટલે કલ્પસૂત્ર સભાસમક્ષ વાંચન થયું.
Jain Education International
17
For Fre Pose Only
For Fivela a permain Las on
www.Binelibrary.org