________________
વિ8 up લે છે
[૧૨૨] તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરે અસ્થિક ગ્રામને અવલંબીને પ્રથમ ચોમાસું કર્યું હતું, . ચંપાનગરીમાં અને પૃષ્ઠચંપામાં ભગવાને ત્રણ ચોમાસા કર્યા હતાં, વૈશાલી નગરીમાં અને વાણિજ્યગામમાં ભગવાન બારા
વાર, રાજગૃહનગરમાં અને તેની બહારના નાલંદા પાડામાં ચૌદવાર, મિથિલા નગરીમાં છ વાર, ભક્રિયામાં બે વાર, આલંભિકામાં એક વાર, સાવત્થીમાં એકવાર, પ્રણીતભૂમિમાં એટલે વજભૂમિ નામના અનાર્ય દેશમાં એકવાર. અને છેલ્લું ચોમાસું રહેવા ભગવાન મધ્યમાં પાવા નગરીમાં હસ્તિપાલ રાજાની કારકુનોની કચેરીવાળી જગ્યામાં આવ્યા હતા.
[૧૨૩] ભગવાન જ્યારે છેલ્લું ચોમાસું રહેવા ત્યાં મધ્યમાં પાવા નગરીમાં આવેલા ત્યારે તે ચોમાસાની વર્ષાઋતુનો ચોથો મહિનો અને સાતમો પક્ષ ચાલતો હતો, સાતમો પક્ષ એટલે કાર્તિક માસનો વદિ પક્ષ, તે કાર્તિક માસના વદિ પખવાડિયાની પંદરમી તિથિ એટલે અમાસ આવી અને ભગવાનની તે છેલ્લી રાત હતી. તે રાતે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા-દુનિયા છોડીને ચાલ્યા ગયા, ફરીવાર જન્મ ન લેવો પડે એ રીતે ચાલ્યા ગયા, તેમનાં જન્મ
કે દિલ
છ