________________
SO
$= (h
ઈ
કાંસાનું વાસણ, શંખ, જીવ, ગગન-આકાશ, વાયુ શરદઋતુનું પાણી, કમળનું પત્ર, કાચબો, પક્ષી મહાવરાહ અને ભારંડપક્ષી. [૧]
હાથી, બળદ, સિંહ, નગરાજ મેરુ, સાગર, ચંદ્ર, સૂરજ, સોનું, પૃથ્વી અને અગ્નિ. [૨]
તે ભગવંતને ક્યાંય પ્રતિબંધ નથી એટલે ભગવાનના મનને હવે કોઈ રીતે બંધાવાપણું રહ્યું નથી. એવો તે પ્રતિબંધ ચાર પ્રકારે હોય છે; ૧ દ્રવ્યથી, ૨ ક્ષેત્રથી, ૩ કાળથી, અને ૪ ભાવથી.
૧૦૫
૧ દ્રવ્યથી એટલે સજીવ, નિર્જીવ તથા મિશ્ર એટલે નિર્જીવસજીવ એવા કોઈ પ્રકારના પદાર્થોમાં હવે ભગવાનને બંધાવાપણું રહ્યું નથી.
૨ ક્ષેત્રથી એટલે ગામમાં, નગરમાં, અરણ્યમાં, ખેતરમાં ખળામાં, ઘરમાં, આંગણમાં કે આકાશમાં એવા કોઈ પણ સ્થાનમાં ભગવાનને બંધાવાપણું રહ્યું નથી.
૩ કાળથી એટલે સમય, આવલિકા, આનપ્રાણ, સ્તોક, ક્ષણ, લવ, મુહૂર્ત, અહોરાત્ર, પખવાડિયું, મહિનો, ઋતુ, અયન, વરસ કે બીજો કોઈ દીર્ઘકાળનો સંયોગ, એવા કોઈ પ્રકારના સૂક્ષ્મ કે સ્થૂલ વા નાના મોટા કાળનું બંધન રહ્યું નથી.
કે
J> J@@@@@@@©T
૬)
am, and see an am
૧૦૫
ઈ ઈ