________________
D
| બન્યા એટલે જેમ વાયુ એક જ સ્થળે રહેતો નથી પણ બધે રોકટોક વિના ફર્યા કરે છે તેમ ભગવાન એક જ સ્થળે બંધાઈને ન રહેતાં બધે નિરીહભાવે ફરનારા થયા, શરદઋતુના પાણીની પેઠે એમનું હૃદય નિર્મળ થયું કમળપત્રની પેઠે નિરુપલેપ થયા એટલે | જ પાણીમાંથી ઉગેલા કમળના પત્રને જેમ પાણીનો છાંટો ભીજવી શક્તો નથી તેમ ભગવાનને સંસારભાવ ભીંજવી શક્તો નથી, કાચબાની પેઠે ભગવાન ગુખેંદ્રિય થયા, મહાવરાહના મુખ ઉપર જેમ એક જ શિંગડું હોય છે તેમ ભગવાન એકાકી થયા, પક્ષીની પેઠે ભગવાન તદ્દન મોકળા થયા, ભારંડપક્ષીની પેઠે ભગવાન અપ્રમત બન્યા, હાથીની પેઠ ભારે શૂર થયા, બળદની પેઠે પ્રબળ પરાક્રમી થયા, સિંહની પેઠે કોઈથી પણ ગાંજ્યા ન જાય એવા બન્યા, મેરુની પેઠે અડગ બન્યા, તથા ભગવાન સાગર જેવા ગંભીર, ચંદ્ર જેવી સૌમ્યતાવાળા, સૂરજ જેવા ઝળહળતા તેજવાળા, ઉત્તમ સોનાની પેઠે ચમકતી દેહકાંતિવાળા અને પૃથ્વીની પેઠે તમામ પરિષહોને સહનારા અને ઘી હોમેલા અગ્નિની પેઠે તેજથી જાજ્વલ્યમાન થયા.
[૧૧૮] નીચેની બે ગાથાઓમાં ભગવાનને જેની જેની ઉપમા આપવામાં આવેલ છે તે તે અર્થવાળા શબ્દોમાં નામ આ પ્રમાણે ગણાવવામાં આવેલ છે.
B = " $u) ની
Vain Elication indicar
For ના
D
e
Taarily
www angry.org