________________
૧૦૧
lo
બધાંને નિર્જીવ શુદ્ધ સ્થળે પરઠવવા માટે રાખવામાં આવતી કાળજી. એ રીતે પાંચ સમિતિને ધારણ કરતા ભગવાન મનને બરાબર સારી રીતે પ્રવર્તાવનારા, વચનને બરાબર સારી રીતે પ્રવર્તાવનારા અને શરીરને બરાબર સારી રીતે પ્રવર્તાવનારા થયા. મનપ્તિ વચનગુપ્તિ તથા કાયગુપ્તિને સાચવનારા થયા. એ રીતે ગુપ્તિવાળા અન જિતેંદ્રિય ભગવાન સર્વથા નિર્દોષપણે બ્રહ્મચર્યવિહારે વિચરનારા થયા. ક્રોધ વિનાના, અભિમાન વિનાના, છળકપટ વગરના અને લોભરહિત ભગવાન શાંત બન્યા, ઉપશાંત થયા, તેમના સર્વ સંતાપો દૂર થયા, તેઓ આસ્રવ વગરના, મમતા રહિત, પાસે કશો પણ પરિગ્રહ નહીં રાખનારા અકિંચન થયા, હવે તો એમની પાસે ગાંઠવાળીને સાચવવા જેવી એક પણ ચીજ રહી નથી એવા એ અંદરથી અને બહારથી છિન્નગ્રંથ થયા, જેમ કાંસાના વાસણમાં પાણી ચોંટતું નથી તેમ તેમનામાં કોઈ મળ ચોંટતો નથી એવા એ નિરુપલેપ થયા, જેમ શંખની ઉપર કોઈ રંગ ચડતો નથી એમ એમની ઉપર રાગદ્વેષની કશી અસર પડતી નથી એવા એ ભગવાન અપ્રતિહત-કોઈ પ્રકારનો પ્રતિબંધ રાખ્યા વિના અસ્ખલિતપણે વિહરવા લાગ્યા, જેમ આકાશ બીજા કોઈ આધારની ઓશિયાળ રાખતું નથી તેમ ભગવાન બીજા કોઈની સહાયતાની ગરજ રાખતા નથી એવા નિરાલંબન થયા, વાયુની પેઠે પ્રતિબંધ વગરના
»
DD D
૧૦૧
કે મેં જે ઈ ઈ