________________
? ang 2
?
૨. એક સાથે વાગતાં વાજાઓનાં નાદ સાથે એટલે શંખ, માટીનો ઢોલ, લાકડાનો ઢોલ, બેરિ ઝાલર, ખરમુખી, હુડુક્ક, શ દુંદુભિ વગેરે વાજાંઓના નાદ સાથે ભગવાન કુડપુર નગરની વચ્ચોવચ્ચ થઈને નીકળે છે, નીકળીને જ્યાં જ્ઞાતખંડ વન નામનું ઉદ્યાન છે, તેમાં જ્યાં આસોપાલવનું ઉત્તમ વૃક્ષ છે ત્યાં આવે છે.
[૧૧૪] ત્યાં આવીને આસોપાલવના ઉત્તમ ઝાડની નીચે પોતાની પાલખીને ઉભી રાખે છે, એ ઝાડ નીચે પાલખીને ઉભી રાખીને પાલખી ઉપરથી પોતે નીચે ઊતરે છે, પાલખી ઉપરથી નીચે ઉતરીને પોતાની મેળે જ હાર વગેરે આભરણો ફૂલની માળાઓ અને અલંકારોને ઉતારી નાખીને પોતાને હાથે જ પંચ મુષ્ટિલોચ કરે છે એટલે ચાર મૂઠિવડે માથાના અને એક મૂઠિવડે દાઢીના વાળને ખેંચી કાઢે છે. એ રીતે વાળનો લોચ કરીને પાણી વિનાના છટ્ટ ભક્ત-બે-ઉપવાસ-સાથે ખાનપાન તજી દઈને અર્થાત્ એ રીતે બે ઉપવાસ કરેલા ભગવાન હસ્તોત્તરા નક્ષત્રનો અર્થાત્ ઉત્તરાફાલ્યુની નક્ષત્રનો યોગ આવતાં એક દેવદૂષ્ય લઈને પોતે એકલા જ કોઈ બીજું સાથે નહીં એ રીતે મુંડ થઈને અગારવાસ તજી દઈને અનગારિક પ્રવ્રજ્યાને સ્વીકારે છે.
Cance 0129 02
2
cane