SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ખરેખર તત્વજ્ઞાનથી અમનકપણું પ્રગટ થયા પછી યોગીને લયદશામાં કેવી સ્થિતિને તથા કેવા અદ્દભુત અને અપૂર્વ પરમ આનંદને અનુભવ થાય છે તે વર્ણવીને, ઉન્મનીભાવની પ્રાપ્તિ માટે શ્રી સદ્દગુરૂદેવની ઉપાસનાની આવશ્યકતા જણાવીને, ઉન્મનીભાવના (અમનસ્કતાના) ઉપાયરૂપ આત્મપ્રસત્તિનું વર્ણન કર્યું છે. આ પ્રમાણે બારમા પ્રકાશમાં, અનુભવસિદ્ધ અનેક અનેક વાતે વર્ણવીને યોગીશ્વર શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે ગ્રંથના પ્રારંભમાં કરેલી પ્રતિજ્ઞા પૂર્ણ કરીને યોગશાસ્ત્ર ગ્રંથની સમાપ્તિ કરતાં, ચૌલુક્યવંશીય, અન્યગશાસ્ત્રના જ્ઞાતા તથા યોગઉપાસનાના પ્રેમી મહારાજા કુમારપાળની પ્રાર્થનાથી તેમણે યુગના ઉપનિષદ્ રૂપ, અધ્યાત્મઉપનિષદ્ નામના પત્તવૃત્તિ સહિત આ યોગશાસ્ત્ર ગ્રંથની રચના કરી છે, આ વાત સુંદર રીતે જણાવી છે. તુલના આ રીતે મેગશાસ્ત્ર અને વૃત્તિમાં જૈન આગમ ગ્રંથેનું ઘણું ઘણું રહસ્ય તે સમાયેલું છે જ. તે ઉપરાંત, પૂર્વના અનેકવિધ યોગશાસ્ત્રનું અને અનેકવિધ ગપ્રક્રિયાનું પણ રહસ્ય સમાયેલું છે. પાતંજલ યુગદર્શનમાં વર્ણવેલા ગનાં આઠ અંગેને પણ સમન્વય ગશાશ્વત્તિમાં તે તે સ્થળે બતાવ્યું છે. ઉપર જણાવેલું ૧૨ પ્રકાશના વિષયનું સંક્ષિપ્ત વર્ણન જેવાથી પણું આ વાતને ખ્યાલ આવશે. ગ્રંથના વિભાગે આ ગ્રંથના પ્રથમ વિભાગમાં ૧-૨ પ્રકાશ, દ્વિતીય વિભાગમાં ૩-૪ પ્રકાશ તથા તૃતીય વિભાગમાં ૫-૧૨ પ્રકાશ પ્રકાશિત કરવાની ભાવના છે. તે પૈકી ૧-૨ પ્રકાશ આ પ્રથમ વિભાગમાં પ્રકાશિત કરવામાં આવે છે, Jain Education in For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.600012
Book TitleYogashastram Part_1
Original Sutra AuthorHemchandracharya
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages502
LanguageSanskrit
ClassificationManuscript, Yoga, & Sermon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy