________________
सवृत्तिके धर्मबिन्दौ
પ્રસ્તાવના
દીક્ષા લેનાર શિષ્ય તથા દીક્ષા દેનાર ગુરૂના ગુણોનું વર્ણન ચોથા અધ્યાયના પ્રારંભમાં (પૃ૦ ૮૭-૮૮) છે. એ ગુણો કેટલા હોવા જોઇએ એ વિષયમાં આ.ભ.શ્રી હરિભદ્રસૂરિમહારાજે વાયુ, વાલ્મીકિ, વ્યાસ, સમ્રા, નારદ, વસુ, ફીરકદંબ, વિશ્વ, સુરગુરૂ (બૃહસ્પતિ), તથા સિદ્ધસેન આ દશ પ્રવાદિઓના મતોનું– અભિપ્રાયોનું વર્ણન (પૃ૦ ૮૯-૯૨) કર્યું છે. ખરેખર આ પ્રવાદિઓએ કયા કયા ગ્રંથમાં આ વાતોની ચર્ચા કરી છે, એનું અન્વેષણ કરવાની ખાસ જરૂર છે. અમે તો સામાન્ય તપાસ કરી છે, અમને કંઈ મળ્યું નથી. પણ ભારતીય ધર્મસાહિત્ય ધણું વિશાળ છે. તપાસ કરતાં ક્યાંક મળી પણ આવે. આ.ભ. શ્રી હરિભદ્રસરિમહારાજના સમયમાં તે તે ગ્રંથો વિદ્યમાન હશે જ કે જેના આધારે તેમણે તે તે મતો દર્શાવ્યા છે.
જેમ જેમ અમે આ ગ્રંથનું વાંચન-મનન કરતા ગયા તેમ તેમ અમને લાગ્યું કે પ્રત્યેક ગૃહસ્થ તથા સાધુ-સાધ્વીઓએ આ ગ્રંથના અનેક અનેક શબ્દો ખૂબ જ ખૂબ મનન કરવા લાયક છે.
ધર્મબિંદુમાં ગૃહસ્થો તથા સાધુઓનાં કર્તવ્યનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. તે જોઈને આકથિલા મણીલાલ નથુભાઈ દોશીએ તૈયાર કરેલું ઇસવીય સન ૧૯૧૨માં વૃત્તિસહિત ધર્મબિંદુનું ગુજરાતી ભાષાંતર જૈન પત્રે પ્રસિદ્ધ કર્યું હતું. એ જ ભાષાંતર પ.વજસેનવિજયજી મહારાજે થોડાં વર્ષ પૂર્વે સંપાદિત કરીને શાહ પ્રેમજી કોરસી દ્વારા પ્રકાશિત કર્યું છે. તેમાં પ્રારંભમાં જ મણિલાલ નથુભાઈ દોશીએ જે લખાણ લખ્યું છે તે જ જરૂરી સ્વલ્પ શબ્દપરિવર્તન કરીને) અહીં આપવામાં આવે છે.
“ગ્રંથ અંગે ટૂંક વિવરણ” શ્રીમદ્ હરિભદ્રસૂરિએ રચેલા ગ્રંથોમાં ઘણી ખ્યાતિ પામેલો આ ધર્મબિંદુ ગ્રંથ છે. આ ગ્રંથ વિશેષ લોકપ્રિય થવાનું ખાસ કારણ એ છે કે એમાં શ્રાવક તથા સાધુ બન્ને વર્ગના કર્તવ્યોનું યથાર્થ નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ગ્રંથના આઠ અધ્યાયરૂપી આઠ પ્રકરણ પાડવામાં આવ્યાં છે. તેમાંના પ્રથમનાં ત્રણ પ્રકરણમાં શ્રાવક સંબંધી વૃત્તાન્ત છે. અને છેવટનાં પાંચ પ્રકરણમાં સાધુઓનાં કર્તવ્ય અને છેવટે તીર્થંકર પદ પ્રાપ્તિ સુધીના ઉપાયો સૂચવેલ છે.
આ ગ્રંથમાં દરેક વસ્તુ તેના ક્રમમાં ગોઠવવામાં આવી છે. તેથી પ્રથમથી છેવટ સુધી મનુષ્ય કેમ વર્તવું તે પદ્ધતિસર બતાવવામાં આવ્યું છે. અને એક પછી બીજું સૂત્ર અમુક નિયમાનુસાર આવેલું છે તેથી તે સ્વાભાવિક લાગે છે. અને વાંચનારને વિષયની ખુબી તરતજ સમજાઇ જાય છે.
આ ગ્રન્થ ઉપદેશક ગ્રન્થ છે. એટલે કે તેમાં લખેલી સૂચનાઓ કેવળ વાંચીને બેસી રહેવાનું નથી, પણ તે સૂચનાઓ પ્રમાણે વર્તવામાં આવે તો મનુષ્ય ઐહિક તેમજ પારમાર્થિક લાભ ઘણી સુગમતાથી મેળવી શકે. દરેક ઉપદેશ વામનું ફળ પણ સાથેજ બતાવવામાં આવ્યું છે. અર્થાત્ તમે આ પ્રમાણે વર્તશો તો તમને અવશ્ય આ પ્રમાણે ફળ મળશે.
આ ગ્રન્થમાં નાનાં વાક્યો-સૂત્રો આપેલાં છે. અને તે ઉપર શ્રી મુનિચંદ્રસૂરિએ ટીકા લખેલી છે. સૂત્રોની ભાષા પણ એવી સ્પષ્ટ છે કે જો કોઇ મનુષ્ય
Jain Education International
For Private
Personal use only
www.jainelibrary.org