________________
પ્રસ્તાવના
|| ૬ ||
ઉવશીની કથા, હરિશ્ચન્દ્ર અને શુનઃરીપની કથા, પ્રજાપતિ સ'ખ'ધી વક્તવ્ય ઇત્યાદિ દષ્ટિગોચર થાય છે.
આરણ્યકોમાં પણ કથાઓ છે. જનક વિદેહી અને યાજ્ઞવલ્ક્ય વચ્ચેના સવાદ બૃહદારણ્યક ( અ. ૪, ધ્રાં. ૩, મ'. ૧–૬)માં છે.
ઉપનિષદોમાં સત્યકામ જાબાલની કથા અને ગાર્ગી અને યાજ્ઞવલ્ક્યના સંવાદ જોવાય છે. વાલ્મીકિકૃત રામાયણ અને વ્યાસકૃત મહાભારત તે વીરરસપ્રધાન કથાના જાણીતા ગ્રંથા છે. વૈદિક સાહિત્ય વિષે માટલા ઈસારો કરી આદ્ધ સાહિત્ય તરફ દષ્ટિપાત કરીશું તો જણાશે કે ચુલ્લવગ્ગ, વિમાનવત્યુ અને પેતવત્યુમાં કથાઓ છે. વળી જાતક અને અપાદાના પશુ જાતજાતની કથા રજૂ કરે છે.
જૈન સાહિત્યમાં વિવિધ વિષયોને સ્થાન અપાયેલું છે અને એ પાઇય ( પ્રાકૃત ), સંસ્કૃત વગેરે અનેક ભાષામાં ગુ'થાયેલું છે. એમ હાવાથી ભારતીય સાહિત્યમાં જૈન સાહિત્યનુ સ્થાન જેવું તેવું નથી. આ સાહિત્ય ચારે અનુયાગાને પોષે છે. સામાન્ય જનતાને ધર્મકથાનુયોગ તરફ જેટલે અંશે રુચિ હોય એટલે અશે ખીજા અનુયેગા તરફ્ ભાગ્યે જ હોઈ શકે એ સ્વાભાવિક છે. આથી જૈન ગ્રંથકારા ધાર્મિક ઉપદેશ કથા દ્વારા આપવા પ્રેરાયા છે. એમણે મુખ્યતયા સૌંસ્કૃતમાં, પાઇયમાં અવક (અપભ્રંશ)માં અને ગુજરાતીમાં કથાત્મક સાહિત્યનું સર્જન કર્યું છે પણ એ તમામ આજે ઉપલબ્ધ નથી. વિશેષમાં જે ઉપલબ્ધ છે તે પ્રકાશિત થયેલું નથી. વળી જે પ્રકાશિત છે તેને પણ શૃંખલાબદ્ધ ઇતિહ્રાસ રચાયા નથી, જોકે આ દિશામાં કેટલાક પ્રયત્ન થયેલા છે. પાઇય સાહિત્યના સંબધમાં તે ખેદ્ર ઉપજે તેવી સ્થિતિ છે. આ સબધમાં મે પાઈય ભાષા અને
Jain Education International
For Private & Personal Use Only
|| ૐ ||
www.jainelibrary.org