SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ભજન સ્તિાવના છે. એમાં અનેક દેશી વચને છે. એમ મનહર કુલકો છે, ગુપિલ યુગલે છે અને ષક છે જે સામાન્ય વાંચનારાને દુર્ગમ | RJI છે. કેઈ એને પૂછતું નથી કે કહેતું નથી. એથી દેશી પદેને છોડી દઈ એને ઉશ્કેદ થતું અટકાવવા હું આ કથા ૨ચું છું.' આ ઉપરથી તરંગવાઈ પાઈયમાં હતી એ નક્કી થાય છે. તરંગલોલા યાને સંપિત્ત તરંગવઈકહા નામકરણ-આ કૃતિ તરંગવાઈની સંક્ષિપ્ત આવૃત્તિ હોવાથી એને અડું સંખિત્ત તરંગવઈકહા તરીકે નિશેલી છે. એનું પ્રચલિત નામ તરંગલેલા છે એમ હસ્તલિખિત પ્રતિઓનાં સૂચીપત્ર તેમજ કેટલાક આધુનિક વિદ્વાનનાં લખાણ જોતાં જણાય છે. તરંગલોલાને અંગે એક વિચિત્ર ઘટના બની છે તે હું અત્રે નોંધીશ. આ પાઇય કથા મૂળ સ્વરૂપે આજ દિન | સુધી અપ્રસિદ્ધ હતી, પણ એને જર્મન ભાષામાં અનુવાદ સ્વ. . અનેસ્ટ હૈયમન (Ernest Leumann) દ્વારા ઈ. સ. ૧૯૨૧માં થયો હતે અને એ જર્મન અનુવાદનું ગુજરાતી ભાષાંતર શ્રી. નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલે ઈ. સ. ૧૯૨૪માં કર્યું હતું. એ ભાષાંતર “જૈન સાહિત્ય સંશોધક” (ખંડ ૨, પરિશિષ્ટ)માં ઈ. સ. ૧૯૨૪માં પ્રસિદ્ધ થયું હતું અને એ પૃથક સ્વરૂપે પણ બે વાર પ્રસિદ્ધ થયેલું છે. એની બીજી આવૃત્તિ વિરસંવત્ ૨૪૫૧ અર્થાત્ વિ સં. ૧૯૮૧માં બહાર પડી હતી અને તે મારી સામે છે. એમાં પ્રે. લૈંયમનની જર્મન અનુવાદની જર્મન પ્રસ્તાવનામાંથી ગુજરાતીમાં નીચે મુજબનું લખાણ નજરે પડે છે – હું આ જે કથા રજુ કરું છું તે ખરે ખર એક નવીન કથા છે. કારણકે ભારતવાસીઓ સિવાય બહારના કેઈએ અદ્યાપિ એ વાંચી નથી અને જે ભારતમાં એક વાર એ કપ્રિય થઈ પડી હતી, ખુદ તે ભારતમાં પણ અત્યારે એને કઈ | | ૧૯ો. For Private & Personal Use Only Jain Education Interational www.jainelibrary.org
SR No.600009
Book TitleTarangvaikaha
Original Sutra AuthorPadliptsuri, Nemichandrasuri
Author
PublisherJivanbhai Chotabhai Zaveri
Publication Year
Total Pages130
LanguageSanskrit
ClassificationManuscript
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy