SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦] તા. ૨૪ મી નવેમ્બરથી બુધની દિનદશા શરૂ થશે તે પણ તંદુરરતી પર સારી ન ગણાય. વધુમાં હાથ નીચેના નેકર ચાકર તરફથી પણ થડી હેરાનગતિ વધે તમે કંઈ કામ બનાવો અને તે કાંઈ ભળતું જ કરી આવે અથવા તે ખરા સમયેજ રજા લઈ જતો અને તમને અગવડ વધે. બાકી ઉતરોતર નાણુકીય મુશ્કેલી ઓછી થવા માંડશે. તા. ૧૭ મી જાન્યુઆરીથી શનિની દિનદશા ચરૂ થશે તેમાં નોકરીયાતને પગાર વધારા દ્વારા કે બીજી રીતે નાણાકીય પ્રશ્ન ઉકલે પરંતુ માનસીક પરિતાપ તે રહેવાનું. પિતાને વગર કારણે કાંઈ ટપકે સાંભળવો પડે. - તા. ૨૩ મી ફેબ્રુઆરીથી ગુરૂની દિનદશા શરૂ થશે તેમાં સ્વજનો સાથે જરા ઉંચા મન થાય. અનિચ્છાએ ખર્ચ કરવું પડે. કેર્ટ કજીયામાં સંથાયેલાઓએ કામને લંબાવવામજ મજા છે. - તા. ૨૨ મી એપ્રીલથી શુક્રની દિનદશા શરૂ થશે તેમાં કાઈ. કાર્યમાં અપયશ મળે. અને નારાજ થવું પડે. બાની ધંધારોજગાર માટે સમય ઠીક પસાર થશે. તા. ૪ થી જુનથી શુક્રની દિનદશા શરૂ થશે તેમાં હાથ ઉપર નાણાની સારી છૂટ રહે હવે પહેલાના અવરોધે ધીમે ધીમે એાછા થતા જણાશે જો કે તદન જતા તો નહિ રહે પણ પ્રોત્સાહન મળે તેવું બનશે. - તા. ૧૬ મી ઓગસ્ટથી સૂર્યની દિનદશા શરૂ થરો તે કાંઇ કુટુંબિક, ઉપાધિ ઉભી કરે તેમ ભાગીદારીમાં કે ઘરમાં ધર્ષણ ઉભુ કરે. તા. ૬ સપ્ટેમ્બરથી ચંદ્રની દિનદયા શરૂ થશે. તેમાં મુસાફરી અને શ્રમ વધુ થાય પણ ભાવી લાભની આશા સારી બંધાય. - તા. ૨૬ મી ઓકટોબરથી મંગળની દિનદશા શરૂ થશે તે કઈક વિખુટા પડેલા સંબંધ સાધી આપશે અને વર્ચસ્વ વધારશે એટલે વર્ષનો અંત ભાગ શરૂઆત સારો પસાર થતો જશે.. કન્યા રાશિ—કન્યા રાશિવાળા (પ, ઠ અક્ષરોથી શરૂ થતા નામવાળા માટે સંવત ૨૦૨૫ની સાલમાં બે મોટા ગ્રહો શનિ અને ચંદ્ર પૈકી શનિ ૭ મે અને ૮મે ભ્રમણ કરવાનું છે. જ્યારે ચંદ્ર ૭ મે અને કહે બ્રમણ કરવાનો છે. અને ગુફ સારાયે વર્ષ દરમ્યાન જન્મ રાશિ ઉપર જ રહેવાનું છે. એટલે કે શનિ અને ગુરૂ તો તમારે માટે શુભ ફળ આપનાર , નથી, માત્ર રાહુ એગષ્ટથી તમારે માટે સારે થશે. માટે તમારે બહુ વ્યવહાર દક્ષ રહીને વર્તવાની જરૂર છે. પ્રથમ તે તમારે તમારા સ્વાસ્થતી તરફ વધુ કાળજી રાખવાની જરૂર છે, માર્ચ માસમાં શનિ ૮મો થયા પછી તમને - કંઈક વખત શારીરિક અશક્તિ જણાઈ આવશે અને આહારવિહારમાં જરાએ બેદરકાર રહ્યા એટલે માંદગી આવવાની, તમારો ધ ધે રોજગાર તો ચાલશે, માત્ર તેમાં પ્રગતિ માટે પ્રયત્ન કરવો હોય તે વર્ષને મુશ્ચમ ભાગ એટલે જુનથી ઓગષ્ટનો સમય તમને કંઈક અનુકુળ જણાશે. બાકી નવું સાહસ તે તમારે માટે નવી મુશ્કેલી ઉભી કરશે. નાણાકીય બાબતમાં જરા કરકસર : કરવાથી બહુ વેઠવું નહિ પડે, બાકી દેવું વધશે. આ રાશિની સ્ત્રીઓએ પતિ સાથે તેમજ ઘરના અન્ય વડીલો સાથે બહુ ખાસ અને સંયમથી વર્તવાની જરૂર છે. જે જીદ પકડી તે પછી બમણું નમવા વખત આવશે. તમારી સહનશક્તિ વધારશે તે તમારી નાણાકીય શક્તી અને શારીરીક શક્તીને ઓછી માઠી અસર થશે એટલામાં . સમજી જાવ. આ રાશિના વિઘાથીઓએ મિત્રની સામે મતભેદમાં ઉતર્યા વિના 'તેમને સંપર્ક ઓછો કરી નાખી અભ્યાસ તરફ વધુ લક્ષ આપવા સલાહ છે. નહીતર નજીવી ૫ણું લાંબે વખત અસર કરે તેવી રીતે તબીયત બગડશે ત્યારે અભ્યાસમાં ૫ણુ સહન કરવું પડશે, જેથી પરીક્ષાનું પરીણામ સતેષ કારક નહી લાવી શકે. વવર્ષની શરૂઆતમાં તા. ૨૫મી નવેમ્બર સુધી ચંદ્રની દિનદશા આવવાની છે. તેમાં નેહીજને અને મિત્રો સાથે નજીવી : બાબતમાં પણ મતભેદ થવા માંડે જેથી મનને ગ્લાની રહે અને કેળનું કામ કરવાને ઉત્સાહ ઓસરી જાય. ' તા. ૨૫ મી નવેમ્બરથી મંગળની દિનશા શરૂ થશે તેમાં પણ માનસીક અશાંતી તે રહેવાની તે સાથે ચેડી નાણાંભીડ અને કુટુંબીક ઉપાધી : ને ઉમેરે થાય. એટલું જ કે શરૂઆતમાં સૂર્ય સાથે રહેવાથી મનમાં ધીરજ અને હીંમત રહે.
SR No.546334
Book TitleMahendra Jain Panchang 1968 1969 1970
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1970
Total Pages98
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy