SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ * સં. ૨૦૨૫ની સાલના વર્ષાધિપતિઓનું ફળ લેખક:-તિવિંદ કૃષ્ણપ્રસાદ હરગોવિંદ ભૂગશાસ્ત્રી જોતિષરન છે. બાલાહનુમાન, ગાંધીરોડ, અમદાવાદ વર્ષને રાજા-ભૂમિપુત્ર છે કુમાર અવસ્થાને છે વિજળીના સમાન કાંતિવાળે છે મંગલ કરનાર છે શક્તિશાળી છે. શત્રુઓને હણનારે છે. ભયને દૂર હઠાવી નિર્ભય બતાવનાર છે. સાસિક છે. નવાં સાહસ ખેડનારને પ્રેત્સાહન આપી વિજય આપનાર છે. સ્પષ્ટ વક્તા છે, ખેતીવાડી અને મહેનત મજુરી કરનારને સુખી કરનાર છે. ખાતર અને ખેતીના ઓજાર બનાવનારને ધનવાન કરી દેશે. કૂવાઓ ઉપર મશીન ગોઠવનાર સારે કાલ મેળવી શકશે. જમીનના રકમ ચૂસાઈ ગયેલાં હોવાથી ખેડ ખાતર અને પાણીથી ભૂમિને તૃપ્ત કરનાર ઉપર ભૂમિદેવની કૃપા ઉતરશે. અનાજને સંગ્રહ કર સુખદાતા નીવડશે. બીજા ધંધાઓની જાહેરજલાલી ઓસરતી જોઈ પિતાના ઉપર આફત અણધારેલી આવી પડવાની ભીતિથી જમીનવાળા ખેતીવાડી ઉપર વધુ લક્ષ આપશે. બેસુમાર ઉચા ચઢી ગયેલું ભૂમિનું મૂલ્ય સીમા ઓળંગી નહિ શકે. નાણાભીડને પ્રશ્ન ચારેબાજુ સંભળાશે. મોટા મહારથીઓ વીમાસણમાં આવી પડશે. ભ ો આપોઆપ નીચા આવશે ભાડુતોની કનડગત વધી પડતાં ઘણું મકાન માલીકે મકાને વેચવા માંડશે. દલાલે પડતા ઉપર પાટુ મારશે. ખનીજો વધુ પ્રમાણમાં નીકળશે. બેપરવાઈન સારે બેધપાઠ મળશે રાજયસાશનને કડક હાથે કામ લેવું પડશે. જ્યારે ત્યારે જનતા જનાર્દનને પિકાર ઉગ્રસ્વરૂપ ધારણ કરતા રહેશે. બંધારણીય સુધારાઓ વખતોવખત અમલમાં મૂકાશે. કેન્દ્ર સરકારની જવાબદારી વધી પડશે. મંત્રીશ્વર–સૂર્યનારાયણ છે તેથી સર્વત્ર જાગૃતી અને પ્રવૃત્તિ ચાલુ રહેશે. નિરૂદ્યમીઓનો વિનાશ થશે. કાયદાનું સારી રીતે પાલન થશે. ‘ઉત્પાત કરનારી ટળકીઓ સખત શિક્ષાને પાત્ર થશે. મોટા ગુન્હેગાર પકડાશે. કેન્દ્રની આણનું ઉલ્લંઘન કરનારા કાયમ માટે ઉખડી જશે. ઉદ્યોગ ધંધાઓને નડતી હાડમારીઓ પ્રત્યે તાત્કાલિક રાહતનાં પગલાં લેવાશે. ઉદ્યોગોની સાથે ખેતીવાડીને વિકાસ વધુ સધાશે. શહેરને વિકાસ સારા પ્રમાણમાં થવા છતાં પછાત રહેલા ગામડાઓને વિકાસ સાધવા તરફ દષ્ટિબિંદુ નક્કી કરવું પડે. વેપારજગાર સારો ચાલશે. બેકારી ઓછી થશે. પાપીએ, લુચ્ચાઓ, દાણચોરી કરનારા અને કાવત્ર આ વરસે પિતાની મુરાદ પૂરી કરવા જતાં હેડમાં પૂરાઈ જશે. મંત્રીશ્વરની ધાક અને હાકલથી શીવસેના જેવાં તોફાની ગ્રુપ છુપાઈ જશે. સાચા માગે ચાલનારા સુખી થશે. ભેળસેળ કરનારા અને કાળાં બજાર કરનારા દુઃખી થશે. ઉજળા ધંધામાં સારા ચાલશે. ધાશ–પણ વિદેવ છે તે ગેરરીતિઓને પકડી પાડશે અને તેમને ન્યાયના માર્ગે ચઢાવી દેશે. પાકપાણી સારાં થશે. ફળફુલ અને ધાન્યના વિકાસ માટે ઉંચી જાતનાં બીઆરણ, મબલખ પાણી અને ઉંચી જતના રસાયણીક ખાતરની સહાય સરકાર તરફથી આપવામાં આવશે જેથી બુદ્ધિશાળી શિક્ષિતવર્ગ અને ખેતીની કળાને સમજનાર તેના પૂરતા લાભ લેશે આ. વરસે ઘણા સારા પાક માટે ઈનામે, મેળવવા ભાગ્યશાળી બનશે. ધાન્યનો પાક સારે થશે. વધુ જમીન ખેડ કરવા લાયક સુધારીને આપવામાં આવશે. સહકારી ખેતીના વધુ અખતરાઓ અમલમાં મૂકાશે. કસદાર પૌષ્ટિક અનાજની છૂટ તેમજ હેરફેરના પ્રતિબંધ ઉપર સારી છૂટછાટ મૂકવામાં આવેલી હોવાથી ધાન્યના ભાવની સપાટી જળવાઈ રહેશે. ખેડૂતોની સાથે સાથે વાપરનારાઓનું હિત વિચારાશે. રેશનીંગની દુકાનોને લાભ લેનારા ઘટી જશે. સરકારી બેજ ઓછો થશે. દેશનું અન્નક્ષેત્ર વધુ સમૃદ્ધ બનશે. નિરસેશ-ના સ્થાન ઉપર રેશહિણીના અધિપતિ ચંદ્રદેવ બીરદાવ્યા છે, આવતાની સાથે મીઠા મધુર ફળોમાં સારા રસ મૂકી દેશે. નિમલ્ય પ્રજામાં શક્તિ અને સામને વધારો કરશે. અદિલનો ઉપર જબરે કાબુ રાખશે. શાંતિ સત્ય અને અહિંસાના સૂત્રોનું પાલન કરાવશે. મેધવારી ઘટાડશે, ઘણી વસ્તુઓ યોગ્ય ભાવે મળે તેવી વ્યવસ્થા થશે, હાયહાયના વરાળ કાઢનારા ૫ણ શાંત થઈ જશે, તલ, તેલીબીયાં, ઔષધીને ધંધો કરનારા વધુ સુખી થશે, ચાંદીના વેપારમાં આવેલી એટ તેજીના સ્વરૂપમાં પલટાઈ જશે. ચંદ્રનું વ્રત કરનારા અને પૂજન કરનારાઓનાં ભાગ્ય ફળશે
SR No.546334
Book TitleMahendra Jain Panchang 1968 1969 1970
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1970
Total Pages98
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy