________________
૪] સં. ૨૦૨૩ના વર્ષાધિપતિઓનું ફળ લેખક:– પં. કૃષ્ણપ્રસાદ હ. ભગુશાસ્ત્રી
- દૈવજ્ઞમાત-જ્યોતિષરત્ન ૧૬૫ પ્રીન્સેસ સ્ટ્રીટ 2 - બ લાહનુમાન ગાંધી રોડ મુંબાઈ નં. ૨ ?
અમદાવાદ
૧. વશ વર્ષને રાજા સૂય છે. તે પિતાના સહસ્ત્ર કિરણોથી જગત ઉપર પ્રકાશ કરે છે. તે પિતાની સત્તાનો ઉપગ દઢ રીતે કરશે. શત્રુઓની કારવાહીએ છડેચેક ખુલ્લી પાડશે. અને દેશને નુકસાન કરી રહેલ તત્તને વીણી વીણીને બહાર કાઢી જેલના સળીમાં પૂરી દેવામાં આવશે. જ્યારે વર્ષને રાજા બલીષ્ટ હોય છે ત્યારે હમેશાં વર્ષ સારું નીવડે છે. અને આર્થિક, રાજદ્વારી તેમજ સામાજીક બધી રીતે દેશમાં ઉન્નતિ સધાય છે. સુદઢ રાજસત્તા ન હોય ત્યાં અનેક પક્ષે મનફાવતી વાત કરી લેકના માનસને વિકૃત કરી બદીલી ફેલાવવામાં આગળ પડત ભાગ ભજવે છે. નાના રાજ્યના પ્રધાને અને અધિકારીઓ કેન્દ્રની સત્તાને અમલ કરતા નથી અને બેદરકારીથી વર્તે છે. સૂર્ય વર્ષેશ હોવાથી દરેક બાબત વ્યવસ્થિત કરશે,
૨. મંત્રી-વર્ષને મંત્રી ગુરૂ છે. જેથી લોકહિતની તમામ બાબતો સત્વરે થશે. સરકારના સામે ષડયંત્ર રચનારા અને ખેતી ટીકા કરનારા શિક્ષાના ભોગ બનશે. ભાષાવાદ, જ્ઞાતિવાદ અને ઊંચ નીચના ભેદની કાર્યવાહીઓ દાબી દેવામાં આવશે. ન્યાયતંત્રમાં ચાલેલી શિથિલતાને દૂર કરવા કાબેલ ન્યાયાધીશોની નીમણુંક થશે. લાંચ-રૂશ્વત મહદઅંશે કાબુમાં આવી જશે. શિક્ષણક્ષેત્રે મહત્વના ફેરફારો થશે. શિક્ષકે, આચાર્યો, પ્રધ્યાપકે, લેખક અને કવિઓની પ્રશંસા થશે. અને તેમને પારિતોષિકે અપાશે. શિક્ષણને ઉઘોગિક વ્યવસાય બનતો અટકાવવા સરકાર વધુ ગ્રાંટ આપશે. મહામંત્રીના માનમોભાને છાજે તેવું વર્તન અને આચારસંહિતાનું કડક
પાલન કરવામાં આવશે. જેની તમામ જરૂરીયાત વ્યાજબી ભાવે મળે તેની ચકાસણી થશે.
. ધાન્યશ-ગુરૂ છે. તેથી એકસરખી વહેચણી થશે. ધાન્યને સારે શાળ થશે. ખેતીવાડી સારી થશે. ખેડુતે હરખાશે. મહેનત, ખાતર, ખેડા અને પાણી ચાર સરખે હિસ્સે ભળવાથી પરદેશથી અનાજની ભીખ માગવી નહિ પડે. જ્યારે જ્યારે ગુરૂ ધાન્યૂશ હોય છે. ત્યારે કુદરતની મહેર થાય. છે. અન્ન પ્રધાનની કારકીદીને યશ મળે છે.
૪. નિરોશ-શનિશ્ચર છે. તેથી ચેર, પાખંડી, દુષ્ટકામ કરનારા પકડાઈ જશે. જયંત્ર રચનારાના કાવત્રાં સરકારી કર્મચારીઓ શોધી કાઢશે. અને તેમને સખ્ત શિક્ષા થશે. કોઈ સ્થળે જાનવરોની હાનિ મોટા પ્રમાણમાં થશે. તણુઈ જશે. અગર રોગચાળાથી મરણ પામશે. ઉત્તર પ્રદેશમાંથી શત્રઓનાં વાદ્ધ કાવવાને ભય સચવે છે. સુલેહના કરારો અને વાટાઘાટે નિષ્ફળ નીવડશે. ઝેરી ગેસ જમીનમાંથી ફાટતાં અણધાર્યા ધણા માણસની જાનહાની થશે. યુદ્ધના ભણકારા નજીક સંભળાયા કરશે.
૫. ફલેશ-મંગળ હેવાથી ફળફૂલના ભાવ વધશે. સારાં ફળોની નિકાસ વધશે. તેમજ પરદેશ સાથેના સંબંધે વિસ્તૃત થશે. મંગળ શત્રુપક્ષ ઉપર વિજય મેળવી. કડક સ્વભાવના સત્તાધીશો અને અમલદારવર્ગનું જાથ ધારેલી નેમ પૂરી કરશે. કેરળ, પંજાબ અને કુરુક્ષેત્રમાં તોફાની વંટોળ
જ્યારે ત્યારે દેખાવ દેશે. કોઈ સ્થળે અગ્નિકેપ અને જવાળામુખી દેખાય. જાનમાલની હાનિ થાય. સ્ફોટક પદાર્થોથી અકસ્માત નડવાની. ધટનાઓ વધશે.
૬. મિશ-ગુરૂ છે. વરસાદ સારો થશે. પહેલા વરસાદથી જુવાર, બાજરી જેવાં ધાન્ય જે ગરીબ અને મહેનતુ વર્ગને મુખ્ય ખોરાક છે. તે પાક સારો થશે. ધરતીમાતાને નદીઓનાં જળનાં સિંચન પ્રાપ્ત થવાથી રસકસમાં વધારો થશે. ધાન્યના ભાવ પણ સારા નિયત કરેલા હોવાથી મહેનતને સારો બદલે મળશે. ધાન્યની બાબતમાં વર્ષ સવાયું નીવો. મોંઘવારી ઘણે અંશે કાબુમાં આવી જશે.