________________
૯૬ ] તા. ૭ મી નવેમ્બરથી શુક્રની દિનશા શરૂ થશે, તેમાં આયાસપૂર્વક પણ પિતાના કાર્યો ઉકેલતા જાય, ન સહાયક ને મિત્ર સમુદાય વધે. - તા. ૧૪ મી જાન્યુઆરીથી સૂર્યદશા શરૂ થશે તેમાં ભાંડુવગર કે સ્થાવર સંબંધી ઘેડી તકલીફ વેઠવી પડે. કોર્ટ કજીઆને લગતા કામકાજને પણ આગળ લંબાવવા સારૂં છે.
તા. ૪ થી ફેબ્રુઆરીથી ચંદ્રની દશા શરૂ થશે તેમાં હરિફમાં પિતાનું સારૂં વર્ચસ્વ વધે. કેઈન કરેલ કામકાજની અને લીધેલ મહેનતની સારી કદર થાય.
તા. ૨૫ મી માર્ચથી મંગળની દશા શરૂ થશે તેમાં કાર્ય પરત્વેને ઉત્સાહ અને માનસિક પ્રફુલતા વધે, કામકાજમાં કુદરતી સાનુકૂળતા પણું મળી રહે નાણાભીડ પણ ઓછી જણાય.
તા. ૨૨ મી એપ્રિલથી બુધ દશા શરૂ થશે તેમાં કુટુંબમાં શુભાશુભ બનાવ બને. ઘણું ખરૂં આનંદ ઓછો થઈ જાય અને ઉપાધી ન વધે તે જરા ગ્લાની જેવું રહે. ખર્ચનું પ્રમાણ પણ વધે, હવે ધીમે ધીમે સમય ' બારીક આવે છે.
તા. ૧૯ મી જુનથી શનિ દશા શરૂ થશે તેમાં સંતાનને કારણે આર્થિક વ્યય કરવો પડે તેમ નાણાકીય સગવડ એક મુશ્કેલી બાબત બની જાય, વળી કવચીત પિતાની તંદુરસ્તી પણ જરા બગડે.
તા. ૨૭ મી જુલાઈથી ગુરૂ દશા શરૂ થશે તેમાં આરોગ્યમાં સુધારો થાય. સંતાતેની સારી પ્રગતિ થાય, તેમ ધંધામાં પણ સારો ધનલાભ પગારદારને પગાર વધે તેવા મેગે છે.
તા. ૨૫ મી સપ્ટેમ્બરથી રાહુની દિનદશા શરૂ થશે તેમાં કવચિત સ્ત્રીની તંદુરસ્તી બગડે, બાકી સંતાને પરત્વે સમય ઘણે સારા પુણે, પિતાને ધંધે પણ સારે ચાલે.
કુંભ રાશિવાળા-ગ, સ અક્ષરથી શરૂ થતા નામવાળા માટે સંવત ૨૦૨૦ ની સાલમાં શનિની સાડાસાતી ચાલુ રહેવાની છે પરંતુ ગુરૂ ભ્રમણ સારૂં છે જે આવતી મુશ્કેલીઓ અને અડીખમ ઉભા રહેવાની હિંમત આપશે. તે સાથે આ રાશિના ધંધાદારીઓને ધંધાકીય ક્ષેત્રે કંઈ નવું
સાહસ ખેડવાની સારી તક પ્રાપ્ત કરાવશે. સામાન્ય નાણાભીડ રહેવા છતાં
વા રોકાણ માટે જોઈતા નાણાની સગવડ થતી જશે જે કે ચાલુ ધંધામાં પણ વર્ષની શરૂઆતમાં તે વિવિધ પ્રકારની ઉપાધી આવશે, તે દુર થતાં વર્ષના અંત ભાગમાં કુટુંબમાં માંદગી અને સંતાન સંબંધી થોડી ચિંતા ઉત્પન્ન કરે. - આ રાશિના વિદ્યાર્થિઓને પિતાના અભ્યાસમાં થોડી બાહ્ય મુશ્કેલીઓ નડવાને લીધે પુરતા પ્રમાણમાં અભ્યાસ ન થઈ શકે, પરંતુ જરા આળસ ખંખેરી પ્રતિકૂળ કુદરતી વાતાવરણને દુર કરી મહેનત કરશે તે પરિણામ ઘણું સારૂં આવશે. અર્થાત મહેનતના પ્રમાણમાં યશ સારે મળે તે યોગ છે, પિતાના આહાર વિહારમાં પણ વર્ષની શરૂઆતથી જ નિયમિત રહેવાની જરૂર છે નહિતર આમ અવરોધમાં અસ્વસ્થ તબીયત એ પણ અભ્યાસમાં અંતરાયનું કારણ વર્ષના ઉતરાર્ધમાં બની જશે.
વર્ષની શરૂઆતમાં તા. ૨૦ મી ઓકટોબર સુધી ગુરૂની દિનદશા. ચાલે છે તેમાં નાના મોટા સ્વજનેને સ્નેહીજનોને મળવામાં સમય કયાં . જતા રહે છે તેની ખબર નહિ પડે. અને પિતાના કાર્યો વિલંબમાં પડશે અને નિયત સમય નહિ જળવાય.
તા. ૨૭ મી ઓકટોબરથી રાહુની દિનદશા શરૂ થશે તેમાં પોતાના કામકાજમાં કુદરતી અંતરાય અને કાર્ય બરાબર ન થઈ શકવાથી બાકીના વળગતાને ઠપકે સાંભળ પડે.
તા. ૬ ઠી ડીસેમ્બરથી શુક્રની દિનદશા શરૂ થશે તેમાં પૂર્વ મુશ્કેલીઓ ધીમે ધીમે દુર થતી જાય અને આગળ પ્રગતિ કરવાની સારી તક મળે. તે સાથે સ્વજનેને સ્નેહીજનેની મદદ પણ સારી મળે.
તા. ૧૩ મી ફેબ્રુઆરીથી સુર્યની દિનદશા શરૂ થશે તેમાં કામકાજના એને વધે અને માનસિક પરિતાપ વધુ રહે. આ દશામાં નવું સાહસ ન ખેડવું નહિતર મુશ્કેલી વધી જશે.
તા. ૫ મી માર્ચથી ચંદ્રની દિનદશા શરૂ થશે તેમાં હજી સાનુકૂળતા મળવાની વાર છે, જરા હીંમત રાખીને આવેલી અડચણાને દૂર કરે છે. માટે નાણાંની જરૂર નહિ પડે પરંતુ કાર્યદક્ષતા જ વાપરવાની જરૂર જણાશે કાઈ લાગવગ અને મદદથી તમારી ઉપાધિ ને દુર કરી શકશે.