SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ કલિત વિભાગ સંપાદક : વાડીલાલ જીવરાજ શાહ લેખક: પંડિત શ્રી શારદાનંદજી | વિદ્વાન પંડિત શારદાનrદની અનુભવજન્ય કસાએલી કલમથી લખાચેલ ફલિત વિભાગ જનતાને બહુ ઉપયોગી નીવડેલ છે, જેમની તા. ૨૦૧૦-૧૨ ની આગાહી સંપૂર્ણ સાચી પડેલ છે. અને દરેક પ્રસંગનું તેમણે - સચોટ દર્શન કરાવેલ છે. મહેન્દ્ર જૈન પંચાંગના ઉપયોગ કરનારાઓને તેથી જરૂર આનંદ થશે. અને જ્યોતિષ શાસ્ત્રની વાસ્તવિક ઉોગિતા, ભૂમંડળ પરના પ્રત્યેક ભૌતિક વિભાગમાં છે. તે આ ભાવિફળ વાંચવાથી સ્પષ્ટ સમજાશે. –સપાદક પરમ કૃપાળુ દયાધન છનવર જીતેન્દ્રિય મહાવીર સ્વામી અરિહંત મહારાજની સર્વત્ર જય જ્યકાર, આપણે પ્રભાતમાં દૈનિક કાર્યક્રમમાં જોડાતાં પહેલાં ઉચ્ચારને આપણા ભૌતિક ક્ષેત્રો આપણું પ્રગતિ થાય, તે સબબે પ્રાર્થના કરીએ છીએ, આ સ્તવન નિત્ય પ્રભાતે કરવાથી શ્રમણ વર્ગ અધાબિંક રસ્તે જતાં ખચાય છે, સારાસારને ખ્યાલ કરે છે; પૂર્વ જન્મના શુભ-કૃત્યથી પ્રભાવિત બનેલ શ્રમણ અસામાજીક, અધામક, અન્યના જીવને દુ:ખ, હાનિ પહોંચે તેવું વર્તન કરતાં અચકાય છે. મહાજન વર્ગ જે રસ્તે જાય છે, તે જ રસ્તે જનતાને સમુદાય વળે છે. આધુનિક કાળમાં મહાજન પ્રથાની જગા, સંઘ, મંડળ, એસોશીએશન, સમિતિ જેવી સંસ્થાઓએ લીધી છે. જે આવી સંસ્થાઓ નીતિથી વાણિજ્ય, વ્યાપાર, ધંધા રોજગાર, ચલાવવાનું ધામીક બીડું ઝડપે, તે મારી વિનમ્ર માન્યતા છે, કે કાળાં બજાર, દાણચોરી, લાંચ રૂશ્વતની બદી, મારા તારાની ભાવના, અંદર અંદર ચશ્મ પોષી આજના સમાજમાં અને વ્યવસ્થાપક તંત્રમાં જે વ્યાપક બની બેઠી છે, તે થોડા જ સમયમાં ઓછી થઈ જાય અને એકાદ વરસની અવધિમાં તે અદ્રશ્ય થઈ જાય. “ ચાહ અને સહે.” એ સિદ્ધાંત દરેક ધર્મના મૂળમાં ચાવી રૂપ રહેલ છે. કેઈ ધમ હીંસક ભાવનાને પ્રચારક બન્યો નથી, અને બનવાને નથી. કેમકે ધર્મ એટલે માનવ જાતની નૈતિક જવાબદારીપૂર્વકની ફરજ-જે અર્થ થાય છે તે અર્થ જ નષ્ટ પામે. એકલા આર્યાવર્ત-ભારત વર્ષમાં અને સામાન્ય કરીને પુર્વ ગેળા- e૭ ધમાં ધમ માનવીને દરેક કાર્ય પ્રદેશમાં ભાગ ભજવે છે. અને તેના માટે નિયમે રચેલા છે. જો આ ભયંકર કળિકાળમાં આપણે સુખી થવું હોય, સમાજ, રાષ્ટ્ર આપણું કુટુંબ વર્ગ, અને આપણી જાતને આપણે સુખી જોવી હોય તે આપણે આચારવિચાર, રહેણીકરણી અને વ્યવહારના દરેક કાર્ય પ્રદેશમાં ધામક વૃત્તિ સજીવ કરવી પડશે. જેટલા આપણે આવી વૃત્તિમાં પાછા પડીશું, તેટલા આપણે જાતે, કૌટુમ્બીક જીવનમાં, સમાજ જીવન અને રાષ્ટ્રીય જીવનમાં પાછા પડીશું. દુઃખ, ભય, અને આફતની પરંપરાથી - ત્રાસી જઈશું. માનવી જેમ આહારવિહારમાં પ–સાત્વિક જીવન–પાળો નથી અને રોગાદિક હુમલાનો ભંગ થઈ પડીને તંદુરસ્તી ગુમાવે છે. તેમ સામાછક અને રાષ્ટ્રીય ક્ષેત્રે આપણે નીતિનું ઘેરણ છેડી દેવાથી દુઃખ, દારિદ્રય, અછત, દુશ્મનાવટના ભંગ થઈ પડીએ છીએ. માટે આપણે નીતિનું ધોરણ ત્યજવું યોગ્ય નથી. સામાજીક, રાષ્ટ્રીય પાપની શિક્ષા પરમ તત્વ સ્વરૂપ પરમાત્મા અવર્ષણ, અતિવૃષ્ટિ, દુષ્કાળ, ધરતીકંપ, અત્યંત ઠંડી, દાહક ગરમી, યુદ્ધ, રોગાદિની ઉત્પત્તિ મારફતે દંડે છે. કુદરતનો આવો દંડ કથાર આવી પડશે, તે જાણવાનું સાધન રૂ૫, પંચ તત્વના કારક આકાશસ્થ પ્રહા છે. તેમના શ્રમણ પરત્વે ક્યા ભૂભાગ પર આધિભૌતિક કે આધ્યાત્મીક આફત આવવાની છે, તે સમજી શકાય છે, જાણી શકાય છે, અને તેમાંથી બચાવ કરવા માટે કર્તવ્ય પરાયણ બની શકાય છે. જેઓ તિષ શાસ્ત્રને વહેમનું શાસ્ત્ર અને ધતીંગ માને છે, તેમાંથી ઘણા પાછળના બારણેથી છૂપી રીતે જ્યોતિષીઓની સલાહ લેતા હોય છે. ભારત વર્ષની સંસ્કૃતિના ઉચ્ચતમ કાળે દરેક નાગરીક આકાશસ્થ ગ્રહોની અસરથી સુપરિચિત હતા, અને સમાજ, રાષ્ટ્રીય કે કૌટુંબીક જીવન તદનુસાર વ્યવસ્થિત બનાવવામાં આવતું હતું, તેથી કરીને સંકટને સમય આવી પડતાં પહેલાં તેને સામને કરવાને માટે, બચાવતા સાધને તૈયાર રાખવામાં આવતાં હતાં. આવી. પરિસ્થિતિમાં આવનારાં કુદરતદત્ત આવરણનું સ્વરૂપ બ ગૌણ બની જતું. રાષ્ટ્ર, સમાજ, કુટુંબ અને વ્યક્તિ તંદુરસ્ત, દીર્ધજીવી અને સાધનસંપન્ન દિશામાં જીવન વ્યવસ્થા પસાર કરવામાં ભાગ્યશાળી થ.
SR No.546329
Book TitleMahendra Jain Panchang 1963 1964 1965
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1965
Total Pages130
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy