________________
ચાલ માસની શરૂઆત કરતાં વચગાળે નીયા જઈને પાછળથી છેડા સુધરે અગર ટકી રહેવાની માન્યતા છે. તા. ૧૭ થી તા. ૨૦ સુધી નરમ ચાલ રહી હોય તે, તા. ૨૧-૨૨ માં અટકે. તા. ૨૩-૨૪-૨૫ પાછું વાતાવરણ નિરૂત્સાહી બની જાય. તા. ૨૫ બપોર પછીથી તા. ૩૧ સુધારા પર રહે. તા. ૩૧ સાંજથી તા. ૨ સાંજ સુધી મંદી આવી જાય, તા. ૩ થી તા. ૭ બપોર સુધી સુધારા પર રહીને તા. ૭ સાંજથી તા. ૯ સુધી દબાઈ જાય. તા. ૧૦ થી તા. ૧૨ ટકેલ ટન, તા. ૧૩ થી ૧૪ સુધરે, પણ તા. ૧૫ થી ૧૭ ઝડપી નરમ ન જણાય.
ચાંદી બજાર–આ બજાર સેના બજાર કરતાં ઉલટી ચાલે ચાલશે. જ્યારે સેનામાં સુધારો હશે, ત્યારે આ વિભાગમાં વેચવાલી રહેશે અને નરમાઈ જણાય. જ્યારે ચાંદી સુધારા પર રહેશે, ત્યારે સેનામાં વેચવાલી રહેશે. માટે ઉપરની સેનાની તારીખથી ઉલ્ટી દિશામાં કામકાજ કરનાર લાભ મેળવશે. તા. ૨૯ સાંજના ભાગથી તા. ૨ જી ની સાંજ સુધીમાં આ બજારમાં ભારે વેચવાલી આવી જાય. માટે ઈદર, જયપુર અગર દિલ્હીમાં વાયદા કટની તિથી આવતી હોય તે બહુ સંભાળીને સાવચેતીથી કામકાજ કરનાર તાત્કાલીક સારે લાભ મેળવી શકશે. આ નરમાઈ કદાચ તા. ૭ સુધી ચાલુ રહે તે, બજાર પર ઉડતી અફવા પર લક્ષ ખાસ આપવું.
માઘ માસઃ તા. ૧૫-૧-૬૪ થી તા. ૧૩-૨-૬૪
પાંચ બુધ–ગુરૂવારે માઘ માસ છે. શુકલ પક્ષમાં ચતુર્દશીને ક્ષય છે. પૂર્ણમા મંગળવારી પૂષ્ય નક્ષત્રમાં સંપન્ન થાય છે, વદ પક્ષની શરૂઆત બુધવારે પૂષ્ય નક્ષત્રમાં થાય છે. અષ્ટમીની વૃદ્ધિ બુધ-ગુરૂવારી છે. અમાવાસ્યા ગુરૂવારી ધનીબ્રા નક્ષત્રમાં સંપન્ન થાય છે. ચંદ્રદર્શન બીજા ગુરૂવારે શ્રવણ નક્ષત્રમાં થાય છે. પંચક શુક્રવારે સવારે ૧૦-૧) વાગે બેસે છે, અને મંગળવારે રાત્રે ૯-૨૮ વાગે ઉતરે છે.
પ્રચાર–સૂર્ય શ્રવણ નક્ષત્રમાં શુક્રવાર તા. ૨૪ મીએ દાખલ થાય છે. ત્યારે ચંદ્ર પાંચમે છે. શનિ કુંભ રાશિમાં સોમવાર તા. ૨૭ મીએ સાંજે ૭-૩૦ વાગે પ્રવેશે છે. ચંદ્ર આ સમયે પાંચમે રાહુથી યુકત છે, જે લાંબા ગાળાની મેધારત, ચીજ વસ્તુની અછત, ઉત્પાદનની સારી
માંગ રહેવાની લાઈન બતાવે છે. હાલ તુરત તે શનિ તા. ૧-૨-૬૪ નાં [ ૧૦૩ રાજ અસ્ત થાય છે. તા. ૫ શુક્ર મીન રાશીમાં બપોરે અને બુધ કરે રાશિમાં તા. ૬ પ્રભાતે દાખલ થાય છે. કુંભમાં મંગળ તા. ૧૨ (૩-૧૩ વાગે ) અને સૂર્ય તા. ૧૩ (૬-૨૯ વાગે) દાખલ થાય છે. સૂર્ય કુંભ પ્રવેશ સમયે ધનીમ્રા નક્ષત્ર, વરીયાન યોગ, ચતુષ્પાદ કરણું ને બુધવારી અમાવાસ્યાને યોગ પ્રવર્તે છે. - નવમાંશ ભ્રમણ –તા. ૧૫ મીએ માસની શરૂઆત જ બુધ માગી થાય છે; ગુરૂ વિતિ નક્ષત્રના મકર નવમાંશમાં તા. ૫-૪૪ વાગે, રાહુ આર્કા (મિથુન રાશિગત ) ના કુંભ નવમાંશ, કેતુ ધન રાશિગત પૂર્વાષાઢા સીહ નવમાંશે, તા. ૨૬ રાત્રિએ પ્રવેશે છે; તા. ૨૭ શનિ કુંભ રાશિગત ધનીબ્રા નક્ષત્રના તુલા નવમાંશમાં સાંજે ૭-૩૮ વાગે દાખલ થાય છે. તા. ૧૨ ગુરૂ રેવતી નક્ષત્રનો કુંભ નવમાંશમાં દાખલ થાય છે, અહીં રાહુ સાથે નવમાંa યુતિમાં આવશે. મંગળ અસ્ત અતિચાર ગતિમાં છે.
જનતા જનાર્દનને દુ:ખ, તકલીફ, અછત, બેકારોનું ભાન થતું રહેશે, છતાં એકંદરે વાતાવરણ હદ બહાર વિપરીત ફળ આપી શકશે નહિ. અનાજ માટે આવકે આવે, તેવી ઉપડી જવાના યોગ છે. સંગ્રહ વૃત્તિ વ્યાપારી વર્ગની વધે, અગર સરકાર આવક થતો માલ સહકારી મંડળીઓ દ્વારા ખરીદ કરી લે, તેવું ધોરણ બતાવે છે. ગોળ, ખાંડનું સુસ્ત વાતાવરણ રહે. ધીમાં અછત જણાય. રૂ, કાપડ, સૂતર, તેલીબીયાં, તેલ, ચમક, ચાંદી અને ધાતુઓમાં બેતરફી વધઘટ રહે. શરૂમાં જે જે ક્ષેત્રમાં નરમાઈનું ધોરણ જણાય, તેમાં ખરીદી કરનારને, આગળ ઉપર લાભ થશે, ઘઉં, જવ, ચણા, મગ, અડદ, વટાણા, ગોળ, ખાંડ, સાકર, લવીંગ, એલચી, જીરૂ, કાળાં મરી, સૂંઠ, ધાણા, દ્રાક્ષ, ખજૂર, કપરૂં, ચીરીજી, રૂ માં નરમાઈ જણાય, તેમાં ખરીદી કરવી. એસીડ, ખટાશવાળા પદાર્થો, સેનું, ચાંદી, લેખંડ, તાંબુ, પિત્તળ, સીસું, કલાઈ, પાર, સરસવ, અળશી, રાઈમાં સમાન વધઘટ ટુંકા ગાળામાં અથડાય. મકાઈ, જુવાર, બાજર, મસૂર, મકાન બાંધવા પત્થર અને લાદીમાં મેધારત વર્તાય.
શેર બજાર-પાંચ બુધ-ગુરૂવારા માસમાં ગુરૂ સ્વગૃહી અને બુધ