________________
વાગ)
પ્રથમ સદીમાં સારી વાત થી અતિચાર ગતિ
તે માસમાં બજારની જે ચાલી રહી હોય, રાજકારણ, અર્થકારણું રહેલું હોય, તેના પર વિચાર કરવાથી, આ માસની ગતિ વિધીનું સ્વરૂપ સમજ. “વામાં માર્ગદર્શન મળી રહેશે, સુદમાં એકાદશીને ક્ષય છે, પૂણમ સેમવારી આદ્ર નક્ષત્રમાં સંપન્ન થાય છે. વદ પક્ષની શરૂઆત મંગળવાર પુનર્વસુ નક્ષત્રમાં થાય છે, અમાવાસ્યા મંગળવારી ઉત્તરાષાઢા નક્ષત્રમાં - સંપન્ન થાય છે. ચંદ્ર દર્શન પ્રતિપદા પર બીજ મંગળવારે, પૂર્વાષાઢા,
૩૦ મુહૂર્તના નક્ષત્રમાં થાય છે. બીજ બુધવારી, છઠ રવિવારી, દશમ ગુરૂ”. - વારી બંને પક્ષમાં છે, પંચક શુક્રવારે મધ્ય રાત્રિ બાદ તા. ૨૧-૧૨-૬૩ -ને રોજ બેસીને બુધવાર તા. ૨૫-૧૨-૬૩ બપોર પછીથી ૩–૧૯ વાગે • ઉતરે છે.
ગ્રહ પ્રવેશ તા. ૧૭ લુટે વી સીંહ રાશિના પૂર્વાફાલ્યુની નક્ષત્રના તુલા નવમાંશમાં થાય છે. તા. ૧૮ શક મકરમાં બપોર પછીથી
૩-૪૧ વાગે જાય છે. ઉત્તરાયણ (સાયન સૂર્ય મકર રાશિમાં દાખલ ) તા. -૨૨-સાંજે ૭-૩૨ વાગે થાય છે. તા. ૨૬ બુધ ધનરાશીના ઉત્તરાષાઢા. -નક્ષત્રને ધન નવમાંશમાં વક્ર ગતિમાં આવીને, તા. ૩૧ મીએ પશ્ચિમાસ્ત થાય છે. સૂર્ય પૂર્વાષાઢામાં તા. ૨૯ સવારે ૮-૫૯ વાગે પ્રવેશે છે, ત્યારે ચંદ્ર ૬ ઠ છે, તા. ૩૦ પછી પણ મા ચંદ્ર ગ્રહણ આદ્રા નક્ષત્રમાં સંપન્ન થાય છે, તેના પર બુધ, મંગળ દ્રષ્ટિ કરે છે. નેપચુનથી ત્રિકે અને ગુરથી કેન્દ્ર વેગમાં થતુ આ ચંદ્ર ગ્રહણ, શનિ-શુક્રના શુભ ખડાષ્ટકમાં છે. - તા. ૪ મંગળ મકર રાશિ કે જે તેની ઉચ્ચ રાશિ છે, તેમાં મધ્ય રાત્રિએ ૧૧-૨૩ વાગે પ્રવેશે છે. વક્રી બુધ પૂર્વોદય તા. ૮ મીએ છે. તા. ૧૧ સુર્ય ઉત્તરાષાઢામાં ૧૧-૦ વાગે સવારે પ્રવેશે છે. ત્યારે ચંદ્ર અગીઆરમે સ્વાતિ નક્ષત્રમાં છે. શુક્ર પણ આજે જ રાત્રે ૧૦-૨૧ વાગે કુંભ રાશિમાં પ્રવેશે છે. સૂર્ય (નિરયન) મકર રાશિમાં તા. ૧૪ સાંજે પ-૩૦ વાગે મંગળવારે દાખલ થાય છે, ત્યારે ચંદ્ર બારમે પૂર્વાષાઢા નક્ષત્રમાં ને ૩૦ મુહુર્તમાં છે.
નવમાંશ ભ્રમણ-ગુરૂ મીન રાશિગત રવતિ નક્ષત્રના ધન નવમાંશમાં તા. ૨૨ સવારે ૭-૨૭ વાગે દાખલ થાય છે, હર્ષલ વક્ર ગતિથી
પૂર્વા ફાલ્મનીના સીંધુ નવમાંશમાં તા. ૨૭–(૧-૩૦ વાગે) પાછા ફરે [ ૧૦૧ છે. શનિ ધનીષ્ઠા નક્ષત્રના કન્યા નવમાંશમાં તા. ૨૮ (૪-૨૪ વાગે) દાખલ થાય છે. અસ્ત મંગળ તા. ૨૧ થી અતિચાર ગતિમાં આવે છે. '
ચાંદીમાં સારી વધઘટ રહેશે, જેટ ગલી લગાડનાર ફાવી જશે. રૂમાં પ્રથમ નરમાઈ જણાય, તેમાં ચેતીને ખરીદી કરનાર સારો લાભ મેળવશે, સુતરની ઘરાકી સારી ચાલશે. કાપડ, અનાજ, અળશી, અને સફેદ રંગની ચીજ વસ્તુઓમાં ઉઠાવ સારો રહેશે, નિકાશ પરિસ્થિતિ સારી રહેશે, પ્રથમ પક્ષમાં માટે જે જે અનાદિકની સારી આવક રહેવાને કારણે નીચા બજાર હોય, તેમાં ખરીદી કરવી લાભકારક નીવડશે, બન્ને પક્ષમાં બીજ, છા, દસમ અનુક્રમે બુધવારી રવિવારી અને ગુરૂવારી હોવાથી પ્રત્યેક બજારમાં સારી વધઘટ રહેશે, ધી, લેખંડ, ચોપડના ભાવ ઉંચા આવશે, શેર બજારોમાં પણ વધધટ સારી રહેશે, કાપડ, સુતર, શણ; લોખંડના શેરા સુધારા પર રહેશે.
મકર સંક્રાંતિ આકરા વારે બેસે છે. વિ. સં. ૨૦૧૯ (શકાબ્દ, ૧૮૮૫) માં કર્ક સંક્રાંતિ પણ આકરા વારે શરૂ થઈ હતી, તેનું સ્વરૂપ વિકરાળ અને તેજીના ધોરણ પર બજાર રાખનાર છે. જેઓએ કર્ક સંક્રાંતિથી અત્યાર સુધી બજારૂ ચાલ જોઈ હશે, તેની ખાત્રી થઈ હશે, કે સરકારની અનેક પ્રકારની ધાક ધમકી, રેશનીંગ, કે ખાદ્ય પેય પદાર્થોના ભાવની સપાટી નીચા ધોરણ પર સ્થિર કરવામાં નાકામયાબ નીવડી હશે. તેની અસર ક્ષણીક દૂધના ઉભરાની માફક રહીને તરત જ બજારની ચાલ ડમ્બલ જેસથી સુધરવા તરફ રહી હશે. ગ્રહોની ચાલ માનવીને માનસનું પ્રતિબિંબ પાડે છે. તે જ્યોતિષી બતાવે છે, ખરાબ ગ્રહોના બમણુ કાળે જનતા, વ્યાપારી વર્ગ અને વ્યવસ્થાપકેએ, માનવ ધર્મ, માનવતાવાળી જીવન પ્રણાલિને બહુ દ્રઢ બનાવવી જોઈએ. એક સમય કમાઈ લેવાની ભાવના માનવતાના ધર્મથી વિરૂદ્ધ છે. સમાજ, રાષ્ટ્ર કે જનતાના દરેક કુટુંબની ઉન્નતિ તેમાં જ સમાઈ છે. નીતિ વગર વ્યાપાર, વ્યાપારીને અનેક રીતે તકલીફમાં મુકે છે, કેમકે અન્યાયની કમાણી કઈ બરકત ઉભી કરી શકતી નથી.