________________
ગણુિત માટે વેધશાળાની ખાસ વર્ષમાં થઇ જશે એવી મારી
કાર્યને
૨ થયા છીએ. શુદ્ધ પોંચાંગના પ્રત્યક્ષ આવશ્યકતા છે. આવી વેધશાળા હવે ત્રણ ખાત્રી છે. છેવટે એમણે આ જૈન પચાંગના આગળ વધારવા માટે જૈન સમાજને અપીલ કરતાં જણાવ્યું હતું કે વિદ્વાનેાના કાર્યને સમાજ ટકા આપે તેા જ વિદ્વાના પેાતાનુ કાર્ય આગળ ચલાવી શકે છે. વિદ્યાના જે કા કરે છે તે સમાજના દ્વિત માટે જ કરે છે. તેથી વિદ્વાનાના કાર્યોંમાં મદદ કરવી એ સમાજની કરજ છે. ડા. શ્રી વૈધને હસ્તક ચાલતા ગુજરાત યુનિવસી'ટીના અનુસ્નાતક ગણિત વિભાગના કાની અને મારે હસ્તક ચાલતી વેધશાળાની ઉપયોગીતા એમણે જણાવી હતી, અને આ વૈજ્ઞાનિક યુગમાં આવી પ્રવૃત્તિઓની ખાસ આવશ્યકતા છે એમ એમણે જણાવ્યું હતું.
મુનિશ્રી વિકશાવિજ્યજી એ અભિનદન પત્રને ઉત્તર આપતાં જણાવ્યુ` હતુ` કે એમણે પોતાનું કર્તવ્ય ખજાવવા ઉપરાંત કાઇ વિશેષ કાર્યોં કર્યું નથી. અને પ'ચાંગની સ્થિરતા માટે સમાજને અપીલ કરતાં એમણે કહ્યુ` હતુ` કે સમાજે હવે એક સંસ્થા દ્વારા પંચાંગના પ્રકાશનના કાની જવાબદારી ઉપાડી લેવી જોઇએ. પંચાંગના નામ સાથે જોડેલ શ્રી મહેન્દ્રસૂરિજી વિષે ખેાલતાં તેમણે જણાવ્યુ` હતુ` કે શ્રી મહેન્દ્રસૂરિજીના ગ્રંથ યંત્રરાજની તેમજ એ ગ્રંથના મુખ્ય યંત્રની પ્રતિષ્ઠા રાજસ્થાનમાં ધણી માટી છે અને તે અત્યાર સુધી જળવાઈ રહી છે. અંતમાં એમણે જણાવ્યુ' હતુ કે શ્રી મહેન્દ્ર જૈન ૫'ચાગની જવાબદારી હવે જૈન સમાજની કાઇ સેવાભાવી જાહેર સસ્થાએ ઉપાડી લેવા જોઇએ.
છેવટે શ્રી રતિલાલ દી. દેસાઇએ આ સમારભને મદદ કરનાર સર્વેના આભાર માન્યો હતા. અને શ્રી. ચી. ન. વિદ્યાવિદ્વારની બાળાઆના વંદેમાતરમ ગીતથી સામારભની સમાપ્તિ થઇ હતી.
ફાગણ વદ ૧૩ સ. ૨૦૧૬
હરિહર પ્રા. ભટ્ટ
તા. ૨૫-૩-૧૯૬૦ પ્રમુખ શ્રી, મહેન્દ્ર જૈન પંચાંગ રજતજ્યતિ સમારભ
वदे श्री वीरमानन्दम्
પ્રસ્તાવના
સ્વગીય પૂજ્ય ગુરુ આચાર્ય શ્રીમદ્વિજય વલ્લભસૂરીધરજી મહારાજ સાહેબને પ્રણમીને હું મારા ગત વર્ષના પંચાંગ સબંધીના અનુભવા સમાજ સમક્ષ રજુ કરૂ છું. આ વિષયમાં રસ લેતા પૂ. આચાર્યાદિ મુનિવરા તથા વિદ્રાને હું રૂબરૂ તેમજ પંચાંગ દ્વારા પરાક્ષ રીતે મળ્યા છુ'. તેઓએ આ પૉંચાંગની મહત્તા સ્વીકારી મારા આ દિશાના શ્રમને પ્રેત્સાહન આપ્યું છે, તે માટે હું સર્વના આભારી છું.
આચાર્ય શ્રીમાન મહેન્દ્રસૂરિજી મહારાજને પરિચય-આ પંચાંગનું નામ શ્રી મહેન્દ્ર જન પ’ચાંગ રાખવાનું કારણુ અહી' બતાવવું જોઇએ. જેનેામાં ખગાળ શસ્ત્રના પ્રાણુરૂપ મહાપુરૂષામાંના આ એક મહાપુરૂષ ખગાળ વિદ્યાને અદ્વિતીય એવા યત્રરાજ નામે ગ્રંથ શકે ૧૨૯૨ એટલે વીર સ ંવત ૧૮૯૭ વિક્રમ સંવત ૧૪૨૭ માં લખી સમાજ ઉપર ચિર સ્થાયી ઉપકાર કર્યો છે. એની સાબીતી રૂપે એટલું જ કહીશ કે આજ પત પણ આ ગ્રંથ જયપુર તથા બનારસની સસ્કૃત કાલેજોમાં ઉચ્ચ કાટિનું માન ધરાવે છે. એટલે કે જ્યાતિષાચાય ની પરીક્ષામાં પાઠય પુસ્તક તરીકે ચાલે છે. આથી વિશેષ મહત્તા કાઈ પણ ગ્રંથની શું હાઇ શકે ? આ મહાપુરૂષના શિષ્યરત્ન શ્રી મલયચન્દ્રસુરિજી મહારાજે ઉપરક્ત ગ્રંથ ઉપર વિદ્વત્તા પુણ્ ટીકા રચીને સમાજ ઉપર અનહદ ઉપકાર કર્યાં છે. વિશેષત: જયપુર સ્થાપિત મહારાજા શ્રી જયસિંહજીએ પણ તેજ ગ્રંથ ઉપર વિદ્વત્તા પૂર્ણ કારિકા રચી ગ્રંથના મૌલિક વિષયાના વિસ્તાર પૂર્વક સ્માટ કરી જયપુર, ઉજ્જૈન, બનારસ, દિલ્હી વગેરે સ્થળાએ વેધશાળા દ્વારા આ યંત્રરાજ પ્રગ્રંથની પ્રત્યક્ષતા સાબિત કરી બતાવી છે. તદુપરાંત બનારસના જ્યોતિરત્ન પંડિત શ્રી સુધાકર દ્વિવેદીએ પણુ યંત્રરાજ ઉપર ટીપ્પણુ રચી ગ્રંથની સર્વ માન્યતા સાબિત કરી છે.
આ પ‘ચાંગમાં તિથિ વગેરેનુ ગણિત આચાર્ય શ્રી મહેન્દ્રસૂરિજી મહરાજના યંત્રરાજ શ્રંથમાં બતાવેલ પદ્ધતિ પ્રમાણે કરેલ હોવાથી આ પંચાંગનું નામ શ્રી મહેન્દ્ર જૈન પચાંગ રાખવામાં આવ્યું છે.