________________
૧૦૮ ]
અધિક જયેષ્ટ -( ૧૫-૫-૬ થી તા. ૧૩-૬-૬૧ ) શનિ વક્રી છે. ગુરૂ તા. ૨૬ મીએ વક્રી થાય. લગ્ન ગુરૂ ઉદિત થાય છે, તે ' બુધ સાથે શુભદષ્ટીમાં છે, વ્યાપાર રોજગાર સારા ચાલવાની માન્યતા છે, અને વધઘટ સારી રહેશે. અનાજના બજાર તેજી પ્રધાન રહેશે. પ્રથમ પક્ષમાં રૂમાં તેજી થાય અને બીજાં બજારમાં વધઘટે નરમાઈ જણાય, તેમાં ખરીદી કરવી બીજા પક્ષમાં તેજી થશે. સેનાચાંદીમાં માલ ઉપર તેજીવાળાની કાપડ બજારમાં કાપડીઆ અને ઉત્પાદની સારી પકડ રહેશે. દેશાવરી કામકાજ સાર થવાથી બંદરવાળાની લેવાલી રહેશે. સમય ઉત્સાહજનક રહેશે.
બીજે જેસ્ટઃ-(તા. ૧૪-૬-૬૧ તા. ૧૨-૭-૬૧) માસ પ્રવેશ કુંડળીમાં રાહુ લગ્ન ઉદીત થાય છે. તે શુક્રથી શુભ યોગમાં છે. મંગળ ગુરૂ પ્રતિયુતિમાં ૧૨ માથી છાભાવમાં થાય છે. સૂર્ય ચંદ્ર શનિ ગુથી શુભ ચાગમાં છે. બજારોમાં સારી વધઘટ અને તે પ્રધાન ધારણ રહેશે. પ્રથમમાં અતિ વરસાદથી કેટલાક ઠેકાણે ગંભીર પરિસ્થિતિ ઉભી થશે તા. ૩૦-૬-૬૧ થી તા. ૬-૭-૧૧ સુધીમાંના ગાળામાં વારાફરતી બધાં બજારને ટોન મંદીમાંથી તરફ ફરતો જણાશે. નીચા મથાળે તળે વેચતાં સાવધ રહેવાની જરૂર છે.શેર બજારમાં તા. ૨૭-૬-૬૧ આસપાસ નરમાઈમાં લેવાલી રાખવી. તા૧૪-૬ થી તા.૧૮-૬ સુધીમાં રૂ. કંતાન, ચમકસુતર, અને શેરેમાં આવતા સુધારામાં વેચવાની લાઈન રાખનારને તા ૨૭-૬-૬૧ આસપાસ નફાથી ડબલ ખરીદી કરવાને વેગ પ્રાપ્ત થશે. જ્યારે તા ૧૫-૬ થી ગેળ, ખાંડ, કપૂર તેલીબીયાં એંરડામાં તેજી થશે, ઘઉં, ચણા, મગ, કઠોળ જવ બાજરીમાં તા ૨૮-૬-૧૧ સુધી નરમાઈનું વાતાવરણ રહેશે, તા. ૧૯-૬-૬૧ થી ચાંદી સોના અને ધાતુ બજારમાં તેજી પવન ફુકાય.
જે માસમાં બંને પક્ષોમાં હુતાશન યોગ થાય છે, તેથી કરીને ધાતુ પદાર્થના ભાવ, અને શેર બજારમાં તેજીનો પવન ફૂંકાય છે. અતિવૃષ્ટિથી હાહાકાર ફેલાય. તા. ૧૯-૬-૬૧ થી તા ૨૫-૬-૬૧ અને તા. ૩–૭–૧ થી ૯-૭-૬૧ માં સારા ઉછાળા આવે. તા. ૨૩-૬ થી તા. ૨૯-૬-૬૧ સુધીમાં ૨, કંતાન, અળસી, ચમક, કાપડના શેરોમાં અચાનક નરમાઈ આવી જશે.
માસ પ્રવેશ કુંડળીમાં દશમા ભાવમાંથી થનાર સૂર્યનું ભ્રમણ ગુરૂના શુભ વેગમાં થાય છે, તેથી કેટલાંક નામચીન ડાકુઓ, કાળા બજારીઓ અને દાણચોરી આગેવાને પકડાઈ જવાને વેગ બને છે. વ્યવસ્થા તંત્ર મજબુત, બળવાન અને કાર્યદક્ષ બનશે. પ્રધાન મંડળમાં ફેરફાર થવાની શકયતા છે. એકંદર ખાધાખોરાકીના ભાવે અતિવૃષ્ટિના કારણે ઉંચા જ રહેશે. અળશી અને સરસવ પેદા થતા વિસ્તારમાં બહુ નુકશાન થશે; માટે નીચા ભાવે મળતાં તેમાં ખરીદી કરવી.
અષાઢ માસ : (તા. ૧૩-૭-૬૧ થી ૧૧-૮-1 ):-તા. ૧૩ થી તા. ૨૦ સુધી રૂમાં ૧૫ ટકા તેજી થાય. | શનિ-ગુરૂનું હજી વક્રીભવન ચાલુ છે. બુધ કર્ક રાશીમાં તા. ૩-૮-૬૧
ના રોજ અસ્ત થાય છે અને મંગળ તા. ૬-૮-૬૧ થી કન્યા રાશીમાં દાખલ થાય છે, આ યોગે કરીને અશાડ માસમાં અનાજ, બીયાં અને ૨, કંતાનના બજારો બહુ મજબુતાઈ બતાવશે. તા. ૩-૮-૬ થી ગોળ ખાંડમાં તેજી વિસામે ખાતી જણૂાય, પણ તા. ૬-૮-૬૧ થી મજબુતાઈ બતાવશે. શુક્ર-ગુરૂ શુભ યોગમાં હોવાથી ચાંદી, કાપડ, પાર, કપૂરનાં બજારોને ઊંચા ભાવથી પૂણીમા સુધીમાં નીચા લાવશે. તા. ૨૮ થી તા. ૩૧ સુધીમાં ૩, કંતાન, ચમક અને સફેદ વસ્તુઓના ભાવે ખરીદવા માટે મળશે. ત્યારબાદ માસ અંત સુધી સુધારા પર રહેશે. શુક્રવારી અમાવાસ્યા, વ્યતિપાતયુક્ત હોવાથી , કાપડ, ચાંદી અને શેરોના ભાવો ઝડપી ઉંચા લાવશે. તા. ૬ થી તા. ૧૧-૮-૬૧ સુધી મજબુતાઈમાં વેચાણ કરનાર લાભ મેળવશે. એકંદરે ભાસને પ્રથમ પક્ષ મંદીકારક હોઈતા. ૨૭ થી ૩૧ સુધીમાં ખરીદી કરનારને અમાવાસ્યા આસપાસ સારે લાભ મળશે. સુદ ત્રીજથી છઠ સુધીમાં ૨, ચાંદીમાં ઘટાડો આવે તેમાં લેવું. સુદ ચૌદશથી વદ પડવે સુધીમાં ૩, તેલ, ઘી, ચાંદીમાં સુધારો આવે, તેમાં વેચવાથી ત્યારબાદ ત્રણ દિવસે લાભ આપનાર રહે. વદી દશમથી તેરસ સુધીમાં ચાંદી ધટે અનાજ, ઘી, તેલ સુધારા પર રહેશે. તેમાં ચાંદી ખરીદવાથી અને ધી, તેલ વેચવાથી લાભ થશે. તા. ૧૭ થી તા. ૨૭-૭ સુધી ચાંદીમાં તેજી થશે.
શ્રાવણ માસ –(તા. ૧૧-૮- થી તા. ૧૦-૯-૧)