________________
શાસ્ત્રના અભ્યાસ વગરની વ્યકિતઓ તરફથી કેવળ હાસ્યાસ્પદ ટીકાઓની ઝડી વરસે છે. આવી વિકૃત મનેદશાવાળી ટીકાઓને પ્રત્યુત્તર આપો, એ જ તેવી વ્યકિતઓને મહત્વ આપવાની વસ્તુ હોઈ કોઈ પ્રખર જ્યોતિષી તે તરફ ધ્યાન નથી આપતે, એ તદ્દન વાસ્તવીક છે. પ્રત્યેક આકાશસ્થ ગ્રહની અસર સમસ્ત ભૂમંડળ પર અવિસ્ત થયા જ કરે છે. એમ કહીએ કે ગ્રહોનું જ સાચું શાસન વિશ્વ ઉપર અસ્તિત્વ ધરાવે છે, તે તેમાં જરા પણ અતિશયોકિત રહેલી નથી. મુખ્યત્વે આપણને બે જ ગ્રહોની અસર નિત્ય પ્રતિ જણાય છે. તે છે—સૂર્ય અને ચંદ્ર–તે સિવાયના બીજા ગ્રહ, ગુરૂ, શનિ, રાહુ, કેતુ, મંગળ, બુધ, શુક્રની અસર બહુધા જનતાના ૯૦ ટકા ભાગની વિરકૃતિના જગતમાં ઉતરી ગએલી છે. જ્યારે કોઈ વ્યકિતના જીવનમાં અણધાર્યા અવનવા અશુભ બનાવ બને છે, ત્યારે જ તેવી વ્યકિત હારીને, કંટાળીને માર્ગ દર્શન મેળવવા માટે જ્યોતિષી પાસે જાય છે. જ્યારે અણધાર્યા અશુભ શુભ બનાવ બને છે, તેની ઉન્નતિ થાય છે, ધન, જન, સ્થાવર જંગમ મિલકતમાં વૃદ્ધિ થાય છે, ત્યારે તે પુલતિ બનીને આનંદ અનુભવે છે. તે વખતે જ્યોતિષીની સ્પૃહા તેને જણાતી નથી. પણ જ્યારે રેગ સંપ્રાત, રૂણગ્રસ્ત દશા, ધંધા રોજગારમાં અવનતિ, અપમાન, સ્થાન ભ્રષ્ટતા, કુટુંબમાં અપમૃત્યુઓ અને શત્રુઓની વૃદ્ધિ માનવી અનુભવે છે, ત્યારે તેને કુદરત, પ્રભુ કે જ્યોતિષી યાદ આવે છે. ' જેવી રીતે વ્યકિતગત બાબત ઉપર કહી, તેવી જ હકીકત ગામ, નદી, પહાડ, પ્રદેશ, રાષ્ટ્ર, તેના વિધાયકે અગર વિનાશકે, જળ, વાયુ, પૃથ્વી, અગ્નિ, વાત, કફ અને પિત્ત પ્રકારોને એટલે ભૂમંડળ ૫ર અસ્તિત્વ ધરાવતી, નામધારી, સમસ્ત બાબતોને પણ લાગુ પડે જ છે.
અશુભ ફળ આપનાર ગ્રહે, સૂર્ય, મંગળ, શનિ, રાહુ અને કેતુ છે. પાશ્ચાત્ય તિવિદોએ માન્ય કરેલા હર્ષલ–પ્રજાપતિ : નેપચ્યન વરૂણઃ ખુટ, યમરાજ: પણ અશુભ ફળ આપનાર ગ્રહો ગણાય છે. કોઈ સમયની કુંડળી, પ્રશ્ન કુંડળી, મુહુર્ત કુંડળી, વર્ષમાં પ્રવેશ, ગ્રહણ સમયની કુંડળી, પુર્ણમા, અમાવાસ્યાની કુંડળી, અષન પ્રવેશ, ગોળ પ્રવેશને ચાર રાશિમાં સૂર્ય સંક્રમણની કુંડળીમાં જ્યારે પાપ ગ્રહે કેન્દ્રમાં આવે છે. અને અન્ય
[ ૧૦૩ ખગોળકે (ગ્રહ) સાથે અશુભયોગ અગર અશુભ ગ્રહ સાથે વેધમાં આવે છે, ત્યારે તેમના શત્રુ મિત્રત્વ સંબધોને વિચાર કરીને તેમનાં અશુભ પ્રરિણામેની કલ્પના કરી શકાય છે. આ ક૯૫ના દ્વારા આ પશુને તેવો અશુભ કાળ આવતાં પહેલાં, કેવી તૈયારી કરી રાખવી તેનું જ્ઞાન મળે છે. માનવીએ સમજણ પૂર્વક અશુભ સમયમાંથી પસાર થવા માટે ધીરજથી કામ લેવું જોઈએ. ભારતવર્ષને સ્પર્શ કરનારૂં મંગળનું ભ્રમણ નીચે મુજબ છેઃ
તા. ૩-૧૧-૬૦ થી તા. ૨૩-૪-૬૧ સુધીમાં પૂર્વ ખાનદેશઃ પૂર્વ પંજાબ, બંગાળ, કુરૂક્ષેત્ર, બંગાળ, મુંબઈ, દિલ્હી, એરીસા, જંજીરા, મધ્ય ભારત, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, કોલ્હાપુર.
તા. ૨૩-૪-૬૧ થી ૧૮-૬-૬૧ -સુધીમાં નિઝામ, બિહાર, અલ્હાબાદ, પટના, બિહાર, દરભંગા, પંજાબ અને ચીન સાથેની ઉત્તર દિશામાં અને પૂર્વ દિશામાં આવેલી સરહદ વિભાગ, ગુજરાત, રાજસ્થાન, કાશ્મીર ઃ | તા. ૧૮-૬-૬૧ થી ૬-૮-૬૧ :-સુધીમાં વિધ્ય પ્રદેશ, મુંબઈ નડીઆદ જીલ્લે, મેવા, બંગાળ, પાણીપત, બનારસ:
તા. ૬-૮-૬૧ થી તા. ૨૧-૯-૬૫ સુધીમાં –નાગપુર, બંગાળા, કક્ષેત્ર, કાશી, વડોદરા, મદ્રાસ, ભાઈસેર, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, મધ્યભારત, કોલ્હાપુર સ્ટેટ જુનું
તા. ૨૧-૯-૬૧ થી ૭-૧૧-૬૧ સુધી ગુજરાત, રાજપૂતાના, કાશ્મીર, ઉત્તર પૂર્વીય ભારતને ભાગ, વડોદરા, માયસાર, માસ, અલહાબાદ, પ્રયાગ, બિહાર, પટણા, બંગાળા, દરભંગા, પંજાબ, ચાઈના.
તિષ શાસ્ત્રમાં જેમને રસ છે, તેવા બંધુઓ ઉપર જણાવેલ ગાળાએમાં તે સાથે બતાવેલ, પ્રાંતે, જીલ્લા અને શહેરના વિસ્તારો અને તેની નજીકમાં શું શું ધટનાઓ બને છે, તેની નોંધ રાખશે. તે તેમને બહુ જ જાણવા મળશે.
મંગળના ઉપરોકત બમણ પ્રમાણે થનારા વધે છે તે વિસ્તારમાં જનતાને હેરાન પરેશાન કરનાર, વાહન વ્યવહારમાં વાંધા સાંધા ઉભા કરીને ચીજ વસ્તુની અછત, અને મેધવારી નિપજાવનાર છે.