________________
૨] હાલમાં તે બડીઆળજ વપરાય છે. અને તેથી પ્રચલિત અન્ય પંચાંગાને ઉપયોગ કરવો હોય તે તેમાં આપેલી પડી, પળના કલાક મિનિટ કરી, તેને સૂર્યોદયના કલાક મિનિટમાં ઉમેરવાથી ઘડીઆળ વખત મળે છે. માં અગવી અને મહેનત ટાળવા માટે આ આખું પંચાંગ કલાક મિનિ
માં આપ્યું છે. પંચમિમાં ટાઇમ સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યા છે. કારણ કે રેટ, તાર, ટપાલ વગેરેને લીધે આ ટાઈમ આખા હિંદુસ્તાનમાં પ્રચલિત છે. તેથી આ પંચાંગ આખા હિંદુસ્તાનમાં એક સરખુ ઉપગી થઈ પડશે. રેટની માફક પારના ૧-૨થી રાતના ૧૨ સુધીના કલાકને ૧૩–૧૪થી ર૭ સુધીના કલાક ગણ્યા છે. કુરીને રાતના બાર વાગ્યેથી ૦ કલાક ગણીને નવી તારીખ ગણી છે, ૧-૨ વગેરે કલાકે તે તારીખના સૂર્યોદયની પહેલાંના સમય બતાવે છે. તે બરાબર ધ્યાનમાં રાખવું.
કિરણ વક્રીભવનને લીધે સુર્યોદય અને સૂર્યાસ્ત ગણિતગત સમય. કરતાં લગભગ મિનિટ વહેલો સોંય દેખાય છે. અને એજ પ્રમાણે ગણિતગત સમય કરતાં રાા મિનિટ મોડે સુર્યાસ્ત દેખાય છે. આ સંસ્કાર (કિરણ વિક્રભવન) આ પંચાગમાં આપેલ હોવાથી સયની સાયન મેષ અને સવની સાયન તુલા સક્રતિ વખતે દિનમાન (૧૨ ક. ૦ મિ. હોવા છતાં ) ૧૨ ક. ૫ મિનિટ આપ્યું છે. તેવી જ રીતે દરેક ગણિતાગત દિનમાન કરતાં ૫ મિનિટ વધારે લખવામાં આવ્યું છે. તે બરાબર છે. લગ્ન કાઢવા માટે તથા ઇષ્ટ ઘડી સાધન માટે આ પંચાંગમાં આપેલ સૂર્યોદયમાં રસ મિનિટ ઉમેરવી જોઇએ. .
પંચાંગની સમજણ પંચગના કોઠામાં પ્રથમ ખાનામાં આપેલ અકડા મુંબઈ સૂર્યોદય સમયે પ્રવર્તમાન તિથિનો છે. ત્યાર બાદ વાર અને અગ્રેજી તારીખ આપેલ છે. જેથી તિથિ, વાર અને તારીખ એક સાથે જોઈ શકાય. પછી તિથિ (અક્ષરમાં) અને તેની સાથે તેને સમાપ્તિ કાળ કલાક મિનિટમાં આપેલ છે. ત્યાર બાદ નક્ષત્ર (અક્ષર) અને તેની સાથે તેના સમાપ્તિ કાળ કલાક મિનિટમાં આપેલ છે. પછી ચાગ (અક્ષરમાં) અને તેની સાથે તેને સમાપ્તિ કાળ કલાક મિનિટમાં આપેલ છે પછી કિરણ(અક્ષરમાં) અને તેની સાથે તેને સમાપ્તિ કાળ કલાક મિનિટમાં આપેલ છે, પછી મુંબાઈ અને અમદાવાદના સર્યોદય અને સૂર્યાસ્તના કામો (સ્ટાન્ડર્ડ ટાઈભમ) આપ્યા છે. પછી ચંદ્રની રાશિને પારંભ કાળ કલાક મિનિટમાં આપ્યો છે. ત્યાર બાદ મુંબઈને સપાતિકાકાળ (સ્થાનિક ટાઈમ ૭ ક. ૦ મિનિટને) આપવામાં આવ્યો છે. તેનો ઉપયોગ કુંડલી મુકવા માટે થાય છે. તે ઉપરોગ
પૃ. ૩૬માં સમજાવ્યો છે પછી જૈનતિથિ મચારી પ્રમાણે આપેલ છે ત્યારબાદ ભારતીય રાષ્ટ્રીય) તારીખનું કેલમ છે. જેમાં માર્ચની રરમી તારીખે ચેત્રની પહેલી તારીખ અને વર્ષની શરૂઆત કરવામાં આવેલ છે. ત્યારબાદ દનિક નધિને માટે કોલમ છે, જેમાં પ, ગ્રહોના રાશી પ્રવાકાળ, ગ્રહના નક્ષત્ર પ્રવેશકાળ, ગ્રહના લેપ-દશન (અસ્ત-ઉદય), રવિગ,
રાગ, કુમારગ, અમૃતસિદ્ધિયોગ, યમઘંટ, મંદ, કાળમુખીયોગ, મૃત્યુગ, વજમુસલ, જ્વાલામુખીમાદિ વેગે, પંચક, ભદ્રા (વિષ્ટિ) પ્રવેશ-નિવૃત્તિ આદિ આપેલ છે. તેમજ સૂર્યને સાયન રાશિ પ્રવેશ કાળ ૫ણ આપેલ છે. દરેક મહિનાના પંચાંગની સામેજ દરેક મહિનાના દૈનિક રહે તથા દનિક ક્રાંતિ પણ આપેલ છે. જ્યારે ચંદ્ર ગ્રહ બારબાર કલાકને અંતર આપેલ છે. નવગ્રહ ઉપરાંત હર્ષલ (પ્રજાપતિ) નેપ્યુન (વરૂણુ) અને સાથે પાક્ષિક કંડલી અને અયનાં પણ આપેલ છે. આ ગ્રહોમાં આપેલ રાશીને આંકડા પૂર્ણ રાશિને સમજે. દાખલા તરીકે ૧ રાશિ ૧૦ અંશ એટલે એક રાશિ પૂર્ણ થઇ, બીજી એટલે વૃષભના ૧૦ અંશ થયા, એમ સમજવું.
પાતિક કાળ ઉપરથી લગ્ન અને દશમભાવ કેવી રીતે કાઢવા તેની રીત તથા વાતચ ૫. ૩૬માં આપેલ છે. ૫. ૩૭માં મુંબઈ અને અમદાવાદના સાયન લગ્ન અને દશમભાવ તયાર આપેલ છે. પા. ૩૮માં સર્વોદયાસ્તમ ઉપયોગી ચરાંતર મિનિટ કેષ્ટિક આપેલ છે. પા. ૦૯માં અમદાવાદની લગ્ન પારણી તથા પ. ૪૦માં મુંબઈની લગ્નસારણી આપેલ છે. પા. ૪૧માં દસમભાવ સારણી આપેલ છે. જે દરેક સ્થળ માટે એક સરખી ઉપયોગી છે. પા. ૪રમાં ચોવીશ તીર્થંકરના કલ્યાણના દિવસ માપેલ છે, પા. ૪૩ થી પા. ૪૮ સુધીમાં અમદાવાદના “નિક લગ્નના પ્રારંભિક કાળ તૈયાર આપેલ છે જેથી જેનારને કોઈપણ સમયનું લગ્ન તૈયાર મળે. તથા દીક્ષા પ્રતિષ્ઠા, પ્રતિમા પ્રવેશ, ધ્વજારોપણ, કુંભ સ્થાપન, શાંતિ કાર્ય, સોળ સંસ્કાર આદિનાં મુર્તે સંબંધી વિગત વિસ્તારથી આપેલ છે. તેમજ તીર્થંકરોના જન્મ, નક્ષત્ર, રાશિ અને આનંદાદિયોગ પણ આપેલ છે. તથા કોંસ () માં સનાતન વ્રત-તહેવારે આપેલ છે. વીર સંવત ૨૪૮૪
મુનિ વિકાશવિજય વિક્રમ સંવત ૨૦૧૪
કે. શાહપુર, મંગલપારેખને ખચિ . અશાહ સુદ ૧ બુધવાર
જૈન ઉપાશ્રય તા. ૧૮-૬-૫૮
અમદાવાદ,