________________
અભિપ્રાય
પર્વતિથિના આરાધના માટે તથા પ્રવજ્યા-પ્રતિષ્ઠાદિ શમધાર્મિક કાર્યોના મુર્તાદિ જોવા માટે આપણે અત્યાર સુધી જેનેતર પંચાગો પર આધાર રાખતા આવ્યા છીએ, પરંતુ આ પંચગિનું ગણિત ધૂલ હેવાથી તેમાં દર્શાવેલી હકીકતને આકાશનાં પ્રત્યક્ષ દર્શન સાથે મેળ ખાતે નથી અને મુદ્દતદિન સારો સમય જળવાતું નથી. આ પરિસ્થિતિ કોઈ પણ રીતે નખાવી લેવા જેવી ન જણાવાથી અમારા વિષ્ય મુનિ વિકાશવિજયે પ્રાચીન તથા અર્વાચીન ખગોળગણિતને ઉડે અભ્યાસ કરીને સાકાશનાં પ્રત્યક્ષ દર્શન સાથે મેળ મળી રહે તેવું શ્રી મહેન્દ્ર જૈન પંચાંગ તયાર કર્યું છે અને તેનું પ્રકાશન છેલ્લા એામણીસ વર્ષથી નિયમિત રીતે થઈ રહ્યું છે. અમને સ્મૃાવતાં આનંદ થાય છે કે આ પંચાંગને ખગોળવિવાવિષયક સુક્ષમજ્ઞાન ધરાવનાર પ્રો. હરિહર પ્રાણશંકર ભટ્ટ. શ્રી. ગોવિંદ એસ. આપે તથા અનેક બીન વિદ્વાનોએ ઉમળકાભેર સત્કાર કર્યો છે અને મા વિષયમાં રસ ધરાવનાર જન્મભૂમિ આદિ પત્રોએ તેને ભાવભરી અંજલી આપી છે તથા વ્યવહારમાં તેને ઉપયોગ કરવાની ખાસ ભલામણ કરી છે.
वंदे श्री बीरंमानन्दम्
પ્રસ્તાવના સ્વગીય પૂજ્ય ગુરૂવર્ય આચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભસુરીશ્વરજી મહારાજ સાહેબને પ્રણમીને હું મારા ગત વર્ષના પંચાંગ સંબં. ધીના અનુભવ સમાજ સમક્ષ રજુ કરું છું. મા વિષયમાં રસ લેતા પૂ. આચાર્માદિ મુનિવરો તથા વિદ્વાનને હું રબરૂ તેમજ પંચાગ દ્વારા પરોક્ષ રીતે મળે છું. તેઓએ આ પંચાંગની મહત્તા સ્વીકારી મારા આ દિશાના અમને પ્રેત્સાહન આપ્યું છે. તે માટે હું સર્વેને આભારી છું. - આચાર્ય શ્રીમાન મહેન્દ્રમરિજી મહારાજને પરિચય-આ પંચાંગનું નામ શ્રી મહેન્દ્ર જૈન પંચાંગ રાખવાનું કારણ અહી” બતાવવું જોઈએ. જેમાં ખગોળ શાસ્ત્રના પ્રાણુરૂપ મહાપુરમાના આ એક મહાપુરુષે ખગોળ વિઘાને અદિતિય એ યંત્રરાજ નામે અંધ કે ૧૨૯ર એટલે વીર સંવત ૧૮૭ વિક્રમ સંવત ૧૪ર૭ માં લખી સમાજ ઉપર ચિર સ્થાયી ઉપકાર કર્યો છે. એની સાબીતી રૂપે એટલું જ કહીર કે આજ પર્યત પણ આ પ્રથ જયપુર તથા બનારસની સંસ્કૃત કોલેજોમાં ઉચ્ચ કેટીનું માન ધરાવે છે. એટલે કે તિષાચાર્યની પરીક્ષામાં પાઠય પુસ્તક તરીકે ચાલે છે. આથી વિશેષ મહત્તા કેઇ ૫ણુ મંથની શું હોઈ શકે? આ મહાપુરૂષના શિષ્ય રન બી મલયચન સુરિજી મહારાજે ઉપરોક્ત ગ્રંથ ઉપર વિદ્વત્તા પૂર્ણ ટીકા રચીને સમાજ ઉપર અનહદ ઉપકાર કર્યો છે. વિરોષત: જયપુર સ્થાપિત મહારાજા શ્રી જયસિંહજીએ પણ તેજ ગ્રંથ ઉપર વિકતા પૂર્વક કારિકા રચી બંધના મૌલિક વિષયને વિસ્તાર પૂર્વક ઍટ કરી જયપુર, ઉજ્જૈન, બનાસ, દિહી વગેરે સ્થળોએ વેધશાળા દ્વારા આ યંત્રરાજ ગ્રંથની પ્રત્યક્ષતા સાબિત કરી બતાવી છે. તદુપરાંત બનારસના તિરસ્ત પંડિત શ્રી. સુધાકર દ્વિવેદીએ ૫ણુ યંત્રરાજ ઉપર ટીપણુ રચી ગ્રંથની સર્વમાન્યતા સાબિત કરી છે.
આ પંચાંગમાં તિથિ વગેરેનું મતિ આચાર્ય શ્રી મહેન્દ્રસૂરિજી મહારાજના યંત્રરાજ ગંથમાં બતાવેલ પદ્ધતિ પ્રમાણે કરેલ હોવાથી આ પંચગનું નામ શ્રી મહેન્દ્ર જૈન પંચાંગ રાખવામાં આવ્યું છે,
પ્રાચીન કાળમાં સમય માપવા માટે ધટીપા વપરાતાં હતાં. અને તેથી પંચાંગમાં ઘડી પળમાં સમય અપાતે હતા તે યોગ્ય જ હતું. પણ
જૈન સમાજની પરિસ્થિતિનું અવલોકન કરતા અમે એવા અભિપ્રાય ઉપર આવ્યા છીએ કે જે ધાર્મિક કાર્યોના મુર્તાદિને સમય બરાબર સાચવવો હોય, તિથિ અંગેનું અનૈકય દૂર કરવું હોય અને જાહેર તહેવારની ઉજવણી બધાએ સાથે મળીને કરવી હોય તો દરેક ફીરકાએ આ પંચાંગને માન્ય રાખવું જોઈએ. આમ થશે તે આપણે સહકાર અને સંગઠનની દિશામાં એક મોટું પગલું ભરેલું ગણાશે.
તા. ૧૭-૫-૫૪
યુગવીર આચાર્ય ભગવંત
શ્રીમદ વિજ્યવલ્લભસરીશ્વરજી