SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ વેદક ગ્રંથ બનાવનાર રાષી મુની વગેરેએ તાકાત પેદા કરવાવાળા લાખે નુકશા લખીને આખર પોકારી પોકારીને કહેલું છે કે તમામ દુનીયામાં માણસના ખોરાકના માટે દુધ જેવી તાકાત પેદા કરવાવાળી કોઇ દવા નથી. પણ શરત એકે દુધ પુરી રીતે હજમ થઈ શકે કે સાહેબો ! આ કેટલા મોટા અફસોસની વાત છે કે અમારા હિંદુસ્તાની ભાઈઓ લાખો મણ દુધ રિજ પીએ છે. તે પણ ચહેરાની ઉપર રતાશને બદલે પીળાશ જોવામાં આવે છે. હું સર્વે હીન્દી ભાઈઓની પાસે દરખાસ્ત રજુ કરું છું કે આ ગલાસમાં દુધ નાખીને બરાબર એક મહીના સુધી પીવામાં આવે તો શરીર કંદનની માફક ચમકવા લાગે છે. અને કમજોર, દુબળા, પાતળા માણસો પહેલવાન જેવી તાકાતવાળા નજરે આવે છે. આ ગલાસમાં હમેશાં અરધોશેર પીધેલું દુધ ૫ણ એટલી તાકાત પેદા કરે છે કે જેની તારીફ કરવી પણ મુશ્કેલ છે. આ ગલાસ વિના બીજી રીતે રાજનું બશેર દુધ પીવાથી પણ બીલકુલ તાકાત મળી શકતી નથી. આપ આ ગલાસથી હમેશાં દુધ પીઓ, અને એક મહીના પછી પિતાના શરીરને તોળે, ત્યારે આપને માલમ પડી જશે કે આપના હરેક હીસાઓમાં દુધે કેટલી તાકાત પદા કરી છે, અને કેટલું વજન વધાર્યું છે? દુધને પાચન કરવામાં તો આ ગલાસ અર્જુનનું બાણ સાબીત થયું છે. તેમાં પંદર દિવસ દુધ પીવાથી વીર્યનું પાતળું પડવું, અને સ્વમામાં વિર્યપાત થશે. ચાય ગમે તેટલી લાંબી મુદતના કેમ ન હોય તે પણ તે આરામ કરી આપે છે. ચાર મહીના સુધી આ ગલાસમાં દુધ પીવાથી નામરદીની બીમારી પણ જતી રહે છે. ચહેરો ફીકો પડી ગયો હોય, યા ચહેરા ઉપર કાળા ડાઘ નજરે આવતા હોય તેને બીલકુલ ફાયદો કરે છે. ચાંદી, પ્રમેહ, હરસ, માથાની ઉંદરી યાને ગંજ, લોહીનું બગડવું, અને કેડની બીમારીને માટે ફાયદો કરે છે. છ મહીનાની વપરાસથી નામરદમાં નામ રદ પણ સંતાન પેદા કરવાને લાયક બને છે. આ ગલાસમાં વીર્ય પેદા કરવાની શક્તિ ગજબની છે. જેમ સૂકેલું ઝાડ પાછું લીલુ થાય તેમજ આ ગલાસમાં દુધ પીવાથી ગયેલી જુવાની નવેસરથી શરૂ થાય છે. આંખોની નજરમાં કોઈ જાતને ફરક આવી ગયો હોય, આંખો પીળી પડી ગઈ હોય, ચહેરાને રંગ પીને પડી ગયા હોય તેવી તમામ બીમારીઓને જલદીથી ફાયદો થાય છે. આ ગલાસને પુરૂષ, સ્ત્રી, બચ્ચા, વૃદ્ધ, તનદુરસ્ત અને બીમાર હરેક મેસમમાં વાપરી શકે છે. એના વપરાશથી કોઈ જાતનું નુકસાન નથી. આ ગલાસ રાજા, મહારાજા, તથા અમીર ઉમરાવને ખાસ પિતાના સંગ્રહસ્થાનમાં રાખવા લાયક છે. આ ગલાસનું વજન સુમારે દેઢ રતલ છે. અમારા ઘણું વરસની મહેનત અને આ ગલાસથી થતા ફાયદા જોતાં તેની કિંમત એકસો રૂપીયા રાખીએ તાપણું થોડા છે. પણ અમારા દરેક હીન્દી ભાઈઓ તેને સારી રીતે લાભ લઈ શકે તેવા હેતુથી ટપાલ ખર્ચ સાથે રૂ, દશ રાખી છે. પારાની ગળીને ખાસ ગુણ વીર્યથંભક છે અને તાકાત પણ આપે છે. ગળી ૧ ની કીમત ટપાલ ખર્ચ સાથે રૂ. ૧. પારાના ગલાસ તથા ગોળીને માટે જે જે ફાયદા લખે લા છે તે જે ખોટા સાબીત થાય તો અસલ હાલતમાં પાછા મોક્લી આપવા એટલે તેની કીમત પાછી આપવામાં આવશે. વાપરવાની સમજુતી ગલાસ અગર ગાળીની સાથે મોકલવામાં આવશે. બનાવનાર જેઠાલાલ ડાહ્યાભાઈ શાહ. (બલુચિસ્તાન) કવેટા.
SR No.546251
Book TitleJain Panchang 1911 1912
Original Sutra AuthorN/A
AuthorBhagubhai Fatehchand Karbhari
PublisherBhagubhai Fatehchand Karbhari
Publication Year1912
Total Pages42
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy