________________
શ્રીસુખ દર્પણ-શ્રાવિકા. એ ધ્યાનમાં રાખવું કે સંભોર ભરતાં સુધી ચીરેલ કેરીને પાણીમાં જ ડુબેલી રહેવા દેવી, નહિ તો કાળી થઈ જશે. આ અથાણું તાજુજ સ્વાદિષ્ટ લાગે છે.
- મેથીયાકેરી. ખે ખાં–સહેજ જાળી પડેલી દળદાર માટી કેરીને પ્રથમ જણાવવા પ્રમાણે ચીરી ને ગેટલી કાઢવા પછી તે ખાલી પડેલી જગામાં સહેજ હળદર મેળ મીઠું કચરીને ભરી કેરીઓ બરણીમાં ભરી રાખવી. એટલે તે કેરીઓમાંથી ખાટું પાણી છુટશે. આ પ્રમાણે ભરેલ કેરીઓ ત્રણ દિવસ રહેવા દઈ પછી બહાર કાઢી
ખા પાણીમાં ચાર કલાક ડુબાડી ધોઈને સાફ કરી તે કેરીઓને સ્વચ્છ કપડા ઉપર આડી પાથરી રાખી ત્રણ દિવસ તડકે સુકવવી એટલે તે કેરીનાં ખોખાં કહેવાય છે.
સંભાર–રા શેર મેથી (મેથીને ચાખી કરી બે કલાક પાણીમાં પલાળી રાખવી, તે પછી બહાર કાઢી સફેત કપડા ઉપર એક કલાકાસુકવવી. ત્યારબાદ પાશેર તેલ તે મેથી સાથે નાંખી તવીમાં તળી કાઢી જુદા વાસણમાં રાખી લેવી. ) ૧ શેર
વળ (રસદાર પીળે લે) ૧ શેર સફેત મીઠું (મીઠું દેશી અગરનું હોય તો શેકીને દળી રાખેલ લેવું અને વડાગરૂ હોય તે ૬ કલાક તડકે સુકવી ખાંડીને બારીક કરી વાપરવું.) ૧ શેર મરચાં ( સુકા ખાંડીને લેવા. ઘોલર મરચાં વધારે સારાં નીવડે છે. ) ૦ શેર હળદર ( હળદરને કટકા કરી ખાંડી જીણી દળેલી વાપરવી.) જ શેર હીંગ (ખાંડેલી).
હવે આ તૈયાર થએલા છુટા છુટા મશાલાને એક ત્રાંબાના અથવા પીતળના તાસમાં વચ્ચે જગા રાખી આસપાસ અનુક્રમે ગોળ કુંડાળામાં પાથર ને વચ્ચે હીંગ નાખવી. હવે ૨ શેર મીઠું તેલ એક વાસણમાં ખુબ ઉકાળી ફિણ ચડે એટલે ઉતારીને તે તૈયાર કરેલા મશાલામાં વચ્ચે હીંગ ઉપર રેડી દેવું ને તેના ઉપર હવા ન આવે તેમ બીજી થાળી કે ખુમચો ઢાંકી પા કલાક રહેવા દેવા પછી તેને ઉઘાડી હાથથી બધું એકત્ર કરી દેવું. આ સંભાર પ્રથમ તેયાર કરેલાં કેરીનાં ખોખાંમાં ભરી પાસે રાખેલા બીજ ૨ શેર ગરમ રાખેલા તેલના વાસણમાં બાળીને જીલ્લામાં ગોઠવીને મુકવી. તથા વધેલ તેલ માથે રેડી દઈ તે જીલ્લાને મેં બાંધી ઠાવકે રાખી મુકો. આ કેરી પંદર દિવસ પછી ઉપયોગમાં લઈ શકાય છે.
- પાકી સંભારી. મેથી ( સહેજ તેલમાં શેકીને દળેલી) મીઠું દળેલું, તથા મરચાં એ ત્રણે અઢીશેર લઈ તથા હળદળશેર ૧ (દળેલી) તથા હીંગ શેર મા નાખી ઉકાળેલ પાંચશેર તેલ રેડી તે સર્વે મિશ્ર કરેલ પાકે સંભાર કહેવાય છે. આ કેરી ભરીને બીજા પાંચ શેર તેલના વાસણમાં બોળી બરણીમાં ભરવી અને વધારાનું તેલ તેનાં ઉપર રેડી દેવું. - ઉપર જે મસાલાનું માપ જણાવ્યું તેમાં તીખુ કે ખારૂં વધારે ઓછું ખાનારના શેખ ઉપર વજનમાં ફેરફાર કરો.