________________
સ્ત્રીસુખ દર્પણ-શ્રાવિકા. પર છે, એટલે તમામ રીત રીવાજોની ખબર હશે, માટે તેને અણવરની પદવી આપવી પડશે.”
આ કથનથી મણીલાલને બહુ ગુસ્સો થયે, અને આવા નાલાયક માણસ સાથે બહુ વાતચીત કરવી દુરસ્ત નહિ ધારતાં તુર્તજ વિદાય થયા.
અલ્યા જાદવા? જોયું. મણીએ બી. એ. થયે પણ હારી સામે કઈ જવાબ આપી શકે ? સીધે રસ્તે જ પડી ગયો કે મારી કેવી હશિયારી.” શેઠે આત્મપ્રસંશા કરતાં કહ્યું
જે ચાલાકી ન હોય તે દશ મુરતિયામાં તમને જ કેમ પસંદ કરે. જાદવે કહ્યું.
જુદી જુદી જાતના વાજીંત્ર વાગી રહેલાં છે, કીટસન લાઈટે પૂર્ણ પ્રકાશ આપી રહેલી છે, વરઘોડામાં લગભગ ૨૦૦] માણસે અરસ્પરસ વાર્તાવિનોદ, અને બુઢ્ઢાની મશ્કરી કરતા ચાલ્યા જાય છે. આ વખતે બુઢ્ઢા કાકાને દેખાવ પણ ધ્યાન ખેંચનારે થઈ પડ્યો છે. તે એક ઘોડા ઉપર બેઠા છે. રેશમી ધોતીયું, લાલ રેશમી પાઘડી, ઉંચી જાતના આલપાકનું અંગરખું અને કપાળ પર તીલક એવાં છે કે જાણે બહસ્પતિ સાક્ષાત્ પધાર્યા હોય. આ વરઘોડા જેવા આખું ગામ મળ્યું છે. જેની અંદર એક મેટું સ્ત્રી મંડળ પણ ઉભું હતું તેમાંની ગુણવંતી નામની બાઈને સંકુરણ આવ્યું અને બેલી
વાગે છે શું વાઝાં? ગવાએ શું સુંદર ગીતે?
બળે કાં તેજ દિવડાઓ? અરે આ સભ્ય શાનાં છે? ઉપરના વાકને જવાબ તેજ સ્ત્રી મંડળમાંથી શારદાએ આપે–
નથી એ વાગતાં વાઝાં, મરણનાં શોક વાઘ છે, નથી એ ગીત વિવાહનાં, અંતરના ધમ-સાણે છે. નથી એ તેજ દિવાના, અરે એ મૃત્યુના ભડકા;
નથી એ સભ્ય વિવાના, ડાઘું છે શ્મશાનોના. ગુણવંતી–અરે આ લગ્ન મંડપ શા? અરે આ રમ્ય પડદા શા?
અરે શાની છે આ ન્યાતો ? ઉડંતા રંગ હાસ્યજ શા? શારદાનથી એ લગ્નના સ્થભે, કસાઈ વધ સ્થભે છે
નથી મંડપ એ વિવાના, શિકારી માંચડા દસે. ખરે એ રમ્ય પડદા તે, ભુલાવા જાદુના ખેલો; હિલે પડદા હવામાં ત્યાં, હલે છે કન્યા છાતી. નથી એ લગ્ન મિજબાની, ખરે જાતે મરણની છે; મળ્યા છે ગીધ માંસારી, કન્યાનું લેહી પીવાને.