________________
પાપનું પ્રાયશ્ચિત.
૫૫
પાપનું | માથાસ્થત
(લે. સે. બહેન અજવાળી લલુભાઈ). સવારના આઠ વાગ્યા છે. કન્યાશાળામાં વિદ્યાભ્યાસ કરતી કુસુમાવળી, શિક્ષિકા હેન વેણીગૈારી પાસે ઘરે જવા રજા લે છે. વેલાસર જવાનું કારણ પૂછતા જવાબ મળે કે મીક્ષ કેનને વખત થવા આવ્યા છે. તેમાં આપણી સ્કુલમાં અભ્યાસ કરતી બહેન રંભાને પત્નિ તરીકે સ્વીકારવા દશ બાર મુરતિયા તેને ત્યાં આવવાના છે તેથી ત્યાં જેવા જવું છે.”
એક સાથે દશ બાર મુરતિયા? આનું ઉંડુ રહસ્ય શું ?” વેણીગૈરીએ પૂછયું.
“બહેન, શું તમે નથી જાણતાં? રંભાના પિતા મથુરદાસનું એક ઘાતકી માણસ જેવું હદય છે. તેણે લેભને સેવક બની પોતાની પુત્રીનું લીલામ તરીકે વેચાણ કરી વધુ માગણું થાય તેને રંભાને હાથ સેંપવા નિશ્ચય કર્યો છે. ત્યાં જવાથી બધું બરાબર જેવાશે. બહેન તમે આવશો તે કેટલુંક નવું જાણવાનું મળશે.” કુસુમાવળીએ ખુલાસે કર્યો.
વેણુગૈરીને આ હકીકત સાંભળી બહુ લાગી આવ્યું, અને ઉદ્વિગ્ન ચહેરે પૂછયું- “બહેન, રંભાનું જાહેર લીલામ” આ બેલતાં તેના નયનો અશ્રુથી ભીંજાઈ ગયાં. આવી ગરીબડી કમળ પુત્રા પર શું આ જુલમ ? અરે ! ભારતભૂમિ! આવા નિર્દય મનુષ્યને જન્મ આપતા પહેલાં તેને ઘાત કેમ નથી કરતી? હને વધારે સંતતિને શું લાભ લાગ્યો છે ? માતા, માતા ! અઘટિત ઉચ્ચાર થાય તે ક્ષમા કરજે, પરંતુ હારી લાડકવાયી શિષ્યાને આ ઘાતકી ફંદમાંથી બચાવજે.
બને રંભાને ત્યાં આવી પહોંચ્યાં. તપાસ કરતાં મેડી પર નામદાર શેઠીયાઓ કન્યાના દર્શન કરવાને આતુર થઈ બેઠા છે. નીચેના એક રૂમમાં રંભાની બા સાવિત્રી અને મથુરદાસ કંઈ ચર્ચા કરે છે. શું ચર્ચા કરે છે તે સાંભળવાને તે બને બહાર એક બાજુએ છુપી રીતે ઉભાં રહ્યાં.
નાથ ! તમને કહી કહીને હું થાકી ગઈ છું. એક રંક ગાય જેવી દીકરી તરફ આવું રાક્ષસી વર્તન કેમ આદરી રહ્યા છે ? કસાઈ જાનવને મારે છે, પરંતુ તમે તે ફરજંદ પર છુરી ફેરવવા તૈયાર થયા છે ? પૈસા આજ છે અને કાલ નથી. દીકરીના પૈસાથી કદી પણ પૈસાદાર થવાતું નથી. નાથ! માનો. હારી ગરીબની અરજ