SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૨-જુ નિરૂપણ સ્વરૂપ દ્વારા અવશ્ય કરવું જોઈએ. તે કારણથી જ સૂત્રને આરંભ છે. કાર્મણ–વર્ગણાના પુદ્ગલ-સ્કમાં અનંતા-અનંત પ્રદેશ છે. અર્થાત અનંતાનંત પ્રદેશના બનેલા સૂક્ષ્મ-પરિણામી કંધે જ કર્મગ્ય ઈ જીવ–ગાનુસાર તે પુદ્ગલેને ગ્રહણ કરી કર્મપણે પરિણમાવી શકે છે. એ વાત યદ્યપિ સિદ્ધ છે. તે પણ એમ શંકા થાય છે કે અનંતાનંત પ્રદેશી સૂક્ષ્મ-પરિણમી સ્કંધે જ જીવને ગ્રહણ થવા પૂર્વક કર્મપણે પરિણમા અને અનંત પ્રદેશી અથવા અસંખ્યપ્રદેશી સ્કંધને જીવ ગ્રહણ કરી કર્મપણે ન પરિણમાવી શકે તેમાં શું કારણ? સમાધાનમાં સમજવું જોઈએ કે એક જીવના આત્મ-પ્રદેશે અસંખ્ય છે. એક એક આત્મ-પ્રદેશના રેય અનંતા છે. ઉપલક્ષણથી દર્શન પર્યાય-ચારિત્ર પર્યાય અનંત છે અને એ રેયના અનંત વિષયોમાં પણ ભૂતકાળ તેમજ ભવિષ્ય કાળ સંબંધી પર્યાની વિચારણું કરતાં અનંતાનંત શેય થાય છે. એ પ્રમાણે પ્રત્યેક આત્મપ્રદેશના અનંતાનંત શેયનું આચ્છાદને–આવરણ કરવા માટે સંખ્યપ્રદેશઅસંખ્યપ્રદેશ કિવા અનંત પ્રદેશના બનેલા સ્કંધે નિરૂપાગી હોઈ અનંતાનંત-પ્રદેશી ઔધમાં જ અનંતાનંત–રેયનું આચ્છાદન કરવાની શક્તિ હોઈ અનંતાનંત-પ્રદેશી-સ્કંધને જ જીવ ગ્રહણ કરી કર્મ પણે પરિણુમાવી શકે છે, પરંતુ અસંખ્ય-અનંત પ્રદેશી ઔધનું કમપણે પરિણમન થતું નથી. કદાચ એમ કહે કે એક ચક્ષુથી યદ્યપિ અનેક પદાર્થો દૃષ્ટિગોચર થાય છે. તે પણ એ ચક્ષુની આડું સહેજ નાનું પણ આવરણ આવશે તે તે ચક્ષુથી દશ્યમાન થતા સર્વ પદાર્થો દષ્ટિગોચર નહિ થાય તે પ્રમાણે એક–એક આત્મપ્રદેશના ભલે અનંતા સેય હોય, પરંતુ સંખ્ય-અસંખ્ય પ્રદેશી એકાદ પુદ્ગલ સ્કંધ તેની સાથે સંબંધ પામી કમપણે પરિણમે તે એ આત્મપ્રદેશના અનંતાનંત શેયનું આવરણ
SR No.540016
Book TitleAgam Jyot 1980 Varsh 16
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1981
Total Pages166
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy