________________
પુસ્તક ૨-જુ
કારણ કે જીવ-પુદ્ગલેને સ્વ–સ્વભાવ અનુક્રમે જ્ઞાન, દર્શન, ચારિત્ર તેમ જ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે, જે હમેશાં જીવપુદ્ગલેમાં રહેલા જ છે. જ્યારે ગતિ અને સ્થિતિ એ સ્વાભાવિક પર્યાય નથી, પરંતુ અસ્વાભાવિક હાઈ સ્વાભાવિક–પર્યાયની માફક સદા-કાળ ન રહેતાં કદાચિત્ હોય છે.
જેમ માછલાને ચાલવાની ઈચ્છા છે અને સ્વ-શક્તિથી ચાલે છે, પરંતુ સાથે રહેલ જળ જેમ ઉદાસીન કારણ તરીકે તેમાં જરૂર સહાયક છે. જળ મચ્છને ચલાવતું નથી પણ ઉદાસીન કારણ તરીકે જળ મરછને ગતિમાં ઉપકારક જરૂર છે. તેમ જ બને ધર્મ – અધર્મ અમૂર્ત છતાં એકના અભાવમાં બીજે જણાઈ શકતું નથી. તેમજ એકને ઉપકાર બીજાથી થઈ શક્તા નથી. *
ક પ્રશ્ન-જીવ અને પગલોને સ્વયં ગમન કરવાની અથવા સ્થિર રહેવાની અભિલાષા ઉત્પન્ન થાય છે અને પોતાની શક્તિથી ગતિ કરે છે. તો પછી ઉપકારક તરીકે ત્રિશંકુ તુલ્ય ધર્માસ્તિકાય–અધર્માસ્તિકાયને માનવાની શી જરૂર ?
ઉત્તર-અહીં સમજવાની જરૂર છે કે જીવ અને પગલોની રહેવા સંબંધી સ્થાન મર્યાદા છે કે કેમ ? જે સ્થાન મર્યાદા હોય તો તે કેટલી છે ? કહેશે કે લોકાકાશ પ્રમાણ સ્થાન મર્યાદા છે. જે કાકાશ પ્રમાણ સ્થાન મર્યાદા હોય છે તેટલી જ મર્યાદા હોવાનું કારણ શું ? અવગાહ આપનાર આકાશ દ્રવ્ય તો લકથી પણ અનંતગુણ હજુ આગળ પડેલ છે. તો પછી જીવ–પુગલે લોકકાશમાં જ રહે છે. અલકાકાશમાં કેમ રહેતાં નથી ? જે અલ કાકાશમાં રહેતા હોય તે એક જ સ્થાનમાં અનંત પુદ્ગલ સધો તેમ જ અનંત જીવો માનવા પડે છે, તે પણ માનવાનો પ્રસંગ નહિ આવે, છતાં એક જ સ્થાનમાં અનંતે પગલે, અનંત જીવો રહેલા છે એ શાસ્ત્ર-સિદ્ધ છે તે અલકમાં તે જીવ-પુત્રનું ગમન કિંવા સ્થિતિ કેમ નથી ?
સમાધાન તરીકે અવશ્ય માનવું પડશે કે જીવ–પુલની ગતિસ્થિતિ મર્યાદામાં અવશ્ય કાંઈ નિયામક હોવું જોઈએ. અને તે નિયામક ધર્માસ્તિકાય–અધર્માસ્તિકાય છે.
આ. ૨-૩