________________
પુસ્તક ૨-જુ
૧૫ કદાચ એમ કહેવા માંગતા હો કે ગયુપકારક-ગતિસહાયકપણું એ પણ અવગાહ-લક્ષણવાળા આકાશને જ છે તે તે બરાબર નથી પરંતુ ધર્માસ્તિકાય દ્રવ્યને જ ગયુપકાર છે. કારણ કે એ દ્રવ્યથી બીજા દ્રવ્યને અસાધારણ ગુણ અવશ્ય માન જ જોઈએ. આકાશ દ્રવ્યથી ધર્માસ્તિકાય, અધમસ્તિકાય ઢબે જુદાં છે એ યુક્તિથી તેમ જ આગમથી નક્કી કરવું જોઈએ તે બાબતમાં યુક્તિ અમે આગળ કહીશું. સર્વજ્ઞ ભગવંતે જેને પિતાને હસ્ત અર્પણ કર્યો છે અર્થાત્ સર્વજ્ઞ–કથિત એ આગમ જરા પણ વ્યાઘાત વગર પ્રકાશે જ છે. અર્થાત્ જે વસ્તુ જે પ્રમાણે છે તેને પ્રગટ
___ कइण भंते ! दवा पण्णत्ता ? गोयमा छ दव्वा पण्णत्ता, त जहा-धम्मस्थिकाए, अधम्मत्स्थिकाए आगासथिकाए पुग्गस्थिकाए, जीवत्त्थिकाए, अद्धासमये ॥ અર્થ–હે ભગવંત દ્રવ્ય કેટલાં? હે ગૌતમ? છ દ્ર કહ્યાં છે. ધમસ્તિકાય. અધર્મા, આકાશ૦ પુદ્ગલા જીવા અને કાળ આ પ્રમાણે આગમથી આકાશ દ્રવ્યથી ધર્મા, અધમ, દ્રવ્ય જુદાં છે એ સાબીત થયું.
શંકા-ધર્મ-દ્રવ્યની અપેક્ષા રાખ્યા સિવાય જ પક્ષીનું આકાશમાં ઉડવું, અગ્નિજવાળાઓનું ઉંચું જવું અને પવનની તીચ્છી ગતિ થવી વિગેરે સ્વભાવે જ અનાદિ કાળથી સિદ્ધ છે. તે ધર્મ દ્રવ્યની ગતિ–અપેક્ષા રાખવાની શી જરૂર ?
ઉત્તર-ધર્મ-દ્રવ્યની અપેક્ષા સિવાય જ પક્ષીનું આકાશમાં ઉડવું વિગેરે થાય છે, એ કહેવા માત્ર છે. કારણ કે ધર્માસ્તિકાય દ્રવ્યના ઉપકારની અપેક્ષા રાખ્યા સિવાય જીવ-પુદ્ગલેની સ્વાભાવિક ગતિ થાય છે તેમ કહેવામાં તમે કઈ નિર્દોષ હેતુ તેમ જ દષ્ટાંત તે અમને બતાવતા નથી.
કારણ કે અનેકાંતવાદી ગતિ–પરિણામે પરિણમેલા જીવપુગલેને અધર્માસ્તિકાય ઉપકારક છે, એમ અવશ્ય માનનારા છે.
તીરછી ગતિ અગ્નિજવાળા રાખ્યા સિવાય