________________
પુસ્તક ૨- જુ સરલતાની સુંદરતા અને માયિતાની આપાત–મનેહરતાને જરૂર સમજે છે અને ચાણકયની ચંચલતાને ધિક્કારવામાં તથા સરલતાની નીસરણને સત્યરૂપે નિરૂપણ કરવાનું ચૂકતા નથી. અર્થાત્ અનુભવની અનુપમ આંખે તેઓને તત્ત્વદષ્ટિની જબરી ઝાંખી કરાવે છે.
એવી જ રીતે લોકોત્તર–માર્ગની અપેક્ષાએ વિચાર કરનારને સ્પષ્ટ માલમ પડે છે કે સરલતા ધારણ કરનારાના આત્માને નિર્મળતા મળી શકે છે, અને નિર્મળતા ધારણ કરનારને ધર્મની પ્રાપ્તિ થાય છે, અર્થાત્ સરળતાની પ્રાપ્તિ સિવાય કોઈપણ મનુષ્ય ધર્મ પામી કે પાળી શકતો નથી અને તેથી ધર્મપ્રરૂપણાની અપેક્ષાએ માયારહિતપણાની એકાન્તિક સ્થિતિ માનવામાં આવી છે.
આવી રીતે સરળતાનો મહિમા દરેક મનુષ્ય ચાહે તે તે વ્યાવહારિક-દષ્ટિવાળ હોઈ લૌકિક-માર્ગને અનુસરનારે હોય કે પારમાર્થિક-દષ્ટિને આરાધ્ય ગણુને લકત્તર-માર્ગને આરાધનાર હોઈ લકત્તર પંથને પ્રવાસી હોય તે પણ ઉભયને માયાને ત્યાગ કરવારૂપ સરલતાની અનિવાર્ય જરૂર છે.
આ સરલતાના પ્રભાવને લીધે અદેવ, અગુરુ, અધર્મને દેવ, ગુરૂ, ધર્મ તરીકે માનનારા મિથ્યાત્વીને શાસ્ત્રકારોએ તેવી ભદ્રિકતાની અપેક્ષાએ ગુણસ્થાનકવાળા માનેલા છે.
જે કે પહેલે ગુણસ્થાનકે અનન્તાનુબંધીના ક્રોધ, માન અને લેભ પાતળા પણ હોય છે, તે પણ શાસ્ત્રકારોએ ભદ્રકપણાની અપેક્ષાએ ગુણસ્થાનક માનેલું છે, તે માયાના હસમય ભદ્રકપણાને અગ્રપદ આપીને કહેલ છે.
ભગવાન શ્રી મહાવીરે મરીચિના ભવમાં કપિલના કરેલા ધર્મવિષયના પ્રશ્નના ઉત્તરમાં “પિ જિં' એ જવાબ આપી યથાર્થ પદાર્થ–પ્રરૂપણારૂપી ભદ્રકતાને તિલાંજલી આપી તેના પ્રભાવે કેડાર્કડિ સાગરોપમ સંસાર ભટકે પડશે. '