________________
આગમત પ્રણિધાન દેવવંદનની અંત્યે આવતું હોવાથી આચાર્ય મહારાજે ચિત્યવંદનની પૂજા જણાવતાં પ્રણિધાન કરવું એમ જણાવ્યું છે.
આવી રીતે ચિત્યવંદન રૂપી ભાવપૂજા કર્યા પછી ચંદરવા અને પુષ્પગ્રહ આદિથી ભગવાનનું ભક્તિકર્મ કરે.
આ સ્થાને વિવેકી પુરૂષોએ સમજવા જેવું છે કે ભાવપૂજા કર્યા પછી દ્રવ્યપૂજા કરી શકાઢ્ય નહિ અગર કરાય નહિ. એવું જે કહેવામાં આવે છે તે શાસ્ત્રને અનુકૂળ નથી.
જે કે ભગવાન્ની દ્રવ્યપૂજા કર્યા પછી સિદી કરીને ભાવપૂજા શરૂ કરાય છે એ વાત વજુદ વગરની નથી. પરંતુ તે જે દ્રવ્યપૂજા પછીની સિદી કરવામાં આવે છે એને અર્થ એ નથી કે એ દ્રવ્યપૂજા કરવા લાયક નહતી અગર તે પાપવાળી હતી અને તેથી તેની હંમેશ નિવૃત્તિ કરું છું. જિસિફીની મર્યાદા કેવી રીતે?
મંદિરમાં પ્રવેશ કરતાં પહેલી સિદીથી ઘરના વ્યાપારને જે ત્યાગ કરવામાં આવે છે. તે પણ હંમેશને માટે કરાતું નથી. ફક્ત જિનેશ્વર-મહારાજના મંદિરમાં રહે ત્યાં સુધી ગૃહવ્યાપારને નિષેધ કરવા માટે તે પહેલી સિદી છે તે જેમ જિનેશ્વર-મહારાજના ઘરની એટલે ચૈત્યની બહાર નીકળ્યા પછી ગૃહ-વ્યાપારને ત્યાગ સદા માટે નિયમિત નથી, તેવી રીતે ભાવપૂજા કરવાને વખત પૂરત દ્રવ્યપૂજાને પ્રતિબંધ રહે તે તે ગ્ય ગણાય, પરંતુ ભાવપૂજા કરવા સિવાયના વખતમાં પણ દ્રવ્યપૂજાની સહી કરવાથી દ્રવ્યપૂજાને વખત ન જ રહે એમ મનાય નહિ, છતાં માનીએ તે જૈનમન્દિરથી નીકળ્યા પછી પણ ગૃહવ્યાપારને ત્યાગ રહેજ એમ માનવું પડે. વસ્તુતઃ જેમ જિનમંદિરમાં ગૃહવ્યાપાર નહિ ચિંતવવા માટે જ સિદી કરવામાં આવી છે, તેવી રીતે દ્રવ્યપૂજા કર્યા પછી ભાવપૂજામાં દ્રવ્યપૂજાને પ્રયત્ન ન કરે તેટલા પૂરતી જ દ્રવ્ય