________________
આગમત આવી રીતને સવિસ્તાર પ્રભાવતીરાણીને નાટકને અધિકાર જેઓએ શ્રી નિશીથવૃણિ વિગેરે શાસ્ત્રોથી જાણે છે તેઓ મહારાણા પ્રભાવતીના નાટકને અસાધારણ નૃત્યપૂજા તરીકે ગણે તેમાં આશ્ચર્ય નથી ? આ કારણથી આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્રસૂરિજીએ પણ આ નાટકના અધિકારમાં પ્રભાવતીદેવીએ કરેલી નયપૂજાનું ઉદાહરણ આપેલું છે. દેવવંદનમાં ભાવસ્તવ કે કરવો? * પૂર્વે જણાવેલા નાટકના વિધાનરૂપ દ્રવ્યસ્તવ કર્યા પછી જિનેશ્વર ભગવાનના વંદનરૂપ શ્રાવકની અપેક્ષાએ ભાવસ્તવ કરવાની જરૂર જણાવતાં આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ દેવવંદનભાષ્ય વિગેરેમાં જિનચંદનનું વિસ્તારથી કહી ગયેલા હોવાથી દેવવંદનને અંત્ય ભાગ જે પ્રણિધાન રૂપ છે, તેને જણાવતા થકા
નાટક વિગેરેથી ભક્તિ કર્યા પછી ચૈત્યવંદન કરવું અને તે ચૈત્યવંદનમાં પ્રણિધાન છેલ્લું આવે છે, માટે પ્રણિધાન સુધીનું બાર અધિકારવાળું સંપૂર્ણ દેવવંદન કરવું, એમ જણાવે છે.
દેવવંદન કરતાં ભગવાનના ચૈત્યવંદન, સ્તવન કે સ્તુતિ પૂર્વના મહાપુરુષોએ ગુંથેલાં કહેવાં. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી પણ ષોડશકમાં સ્તવ કરવાના અધિકારમાં “મહામતિ ચિતૈ' એમ કહી સ્પષ્ટપણે જણાવે છે કે સ્તુતિ, સ્તંત્ર અને ચૈત્યવંદન વિગેરે અત્યંત બુદ્ધિશાળીઓએ રચેલાં ભગવાન જિનેશ્વર મહારાજની આગળ કહેવાં જોઈએ.
વળી ભગવાન જિનેશ્વર મહારાજની પૂજા ત્યાગ-ભાવનાના પોષણને માટે અને ત્યાગભાવનાની વૃદ્ધિરૂપ શુભ-ભાવને માટે હેવાથી જે ચૈત્યવંદન સ્તુતિ અને તેત્ર કહેવામાં આવે તે ભગવાન જિનેશ્વર મહારાજના ત્યાગ-ગુણને સંપૂર્ણ રીતે પોષનારાં હોવાં જોઈએ.