________________
આગમત મતદશામાં સુવિચાર આવવા તે પુણ્યની નિશાની છે
પૂર્વે જણાવેલી ભયંકર મદન્મત્ત દશામાં પણ અડગપણે આગળ વધવામાં અડગ નિશ્ચયને ધારણ કરી આગળ વધેલાઓમાં પણ આ વિચાર આવે તે ભવિષ્યની ભવ્યદશા હોય ત્યારે જ આવી અવસ્થામાં આ ભવ્ય વિચાર આવે છે, તેવી રીતે ચમરેન્દ્રને પણ તેવી વખતે ભયની શંકા થઈ ભયથી બચાવનારને ખેળવા લાગે અને પવિત્રતાના જેગે ભયની ભાવઠને ભાંગવાવાળા ભગવાન્ મહાવીર-મહારાજનું સ્મરણ મનમાં ઝળકી ઊઠયું, મદશાએ દેરવાયેલી દુબુદ્ધિના દુષ્ટ-કાર્યમાં દડાદોડ કરી રહેલા દુદતેને જેમ જયકારક વિચાર આવવા મુશ્કેલ છે, તેમજ કદાચ ભવિતવ્યતાના જોગે તેવા વિચારે આવી પણ જાય, છતાં તે અચાનકપણે આવેલા વિચારેને અનુકુલ સામગ્રી અને સંજોગો મળવા ઘણુ જ મુશ્કેલ છે, પરંતુ જેની ભવિતવ્યતા ભવ્યપણાથી જ દોરવાયેલી છે, તેવાઓને તેવી વિષમ અવસ્થામાં આવેલા વિચારો પણ વિફળ નહિં થતાં સફળતાને રસ્તે જ સરજાય છે, તેવી રીતે ચમરેન્દ્રની આવી વિકટ દશામાં પણ શરણ કરવાના થયેલા મને રથને અનુકૂલ સામગ્રી ભવિતવ્યતા મેળવી આપે છે અને તેના પ્રતાપે સુસુમાર નામના નગરની બહાર ભગવાન્ મહાવીર-મહારાજા કાઉસગ્ય ધ્યાનમાં લીન રહેલા છે, તેમનું શરણ કરવાનો વિચાર ચમચંચાના ચંચળ એવા ચમરેન્દ્રના ચિત્તમાં ચમકેલે સફળ થયે.
જગતમાં મદોન્મત્ત અને નિર્વિચાર થયેલા મનુષ્યના મનમાં આવેલી કલ્પનાની અકુદરતી કટિએમાં કઈક કણે જેમ ભાવિની મુંદરતાએ સર્જ્યો હોય અને તે બરાબર લક્ષ્ય વગર માત્ર સંસ્કાર નાખીને ચાલ્યો જાય અને પછી તે મદોન્મત્ત અને દુર્બુદ્ધિની પ્રવૃત્તિની પરાયણતા તેવીને તેવી તામસમય માર્ગમાં રહ્યા કરે, તેવી રીતે અહીં પણ ચમરેન્દ્રની અંતઃકરણની વૃત્તિમાં પણ માત્ર ભવિષ્યના ભવ્યપણાને લીચે શરણ લેવાના વિચાર રૂપી એક અમર કિરણ