________________
॥ श्री वर्धमानस्वामिने नमः ।।
છે. પ્રકાશકની વાત 8. દેવ-ગુરુ કૃપાએ “શ્રી આગમેદ્ધારક ગ્રંથમાલા”ના કાયમી સંભારણું રૂપ “આગમત”નું પ્રકાશન દેઢ દાયકાને વિતાવી આગળ વધવા સમર્થ બન્યું છે, તે અમારા પરમ સૌભાગ્યની વાત છે.
વળી પૂ. આગદ્ધારક આચાર્યદેવશ્રીના શિષ્યરત્ન કર્મગ્રંથાદિ વિરચતુર પૂ. પં. શ્રી સૂર્યોદયસાગરજી મ. ની પ્રેરણાથી અને પૂજ્યપાદ, મૂલીનરેશ પ્રતિબોધક ગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવશ્રી માણિજ્યસાગરસૂરીશ્વરજી મહારાજશ્રીની વરદ કુપાથી પૂ. ગચ્છાધિપતિશ્રીએ જાતે સંશોધન કરેલ તેમ જ તેમના શિષ્ય પરિવારની ગુરૂભક્તિ અને શ્રુત- ભક્તિને સુમેળથી પૂ. આગામોદ્ધારકશ્રીના સમસ્ત સાહિત્યના ખંતપૂર્વક પ્રકાશનને અન્યલાભ અમારી ગ્રંથમાલાને મળ્યા છે.
પણ પૂ. આગામે દ્વારકશ્રીની ગુજરાતી ભાષાની તાત્વિક દેશના ઢગલાબંધ ફૂલસ્કેપ કાગળની થેકડીઓ રૂપે કબાટમાં ખડકાએલ, તેના જીર્ણોદ્ધાર રૂપે “આગમજત”ના પ્રકાશનને મંગલ સંકલ્પ પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી મણિયસાગર સૂરીશ્વરજી મ. ની મંગલ-પ્રેરણાથી થયે.
જેના પ્રતિવર્ષ પ્રગટ થતાં પુસ્તક દ્વારા આખે શ્રમણ સંધ અને જિજ્ઞાસુ-વાંચકે ખૂબ રસપૂર્વક વાંચન-મનન દ્વારા લાભાન્વિત બની શક્યા છે.
' આના પ્રકાશનમાં પૂ. સ્વ. ગચ્છાધિપતિશ્રીની અસીમ વરદ કૃપાન મળની સાથે સાથે સાગર-સમુદાયના પૂ. સાધુસાધ્વીજી ભગવંતેના ઉપદેશ, પ્રેરણું તેમ જ તત્વ-રચિવાળા શ્રી જૈન સંઘને તથા ગુણાનુરાગી-ધર્મપ્રેમી ગૃહસ્થને મંગળ સહકાર અને સાંપડ્યો છે, તે બદલ અમે અમારી જાતને બન્ય-કૃતાર્થ માનીએ છીએ. ,
,