________________
२४
આગમત
રાજને ત્રણ વખત પ્રદક્ષિણા કરે અને વંદન-નમસ્કાર કરે, પછી ગૌતમાદિક શ્રમણ ભગવંતેને દેવતાઈઝદ્ધિઆદિવાળું બત્રીસબદ્ધ નાટક દેખાડો અને પછી મારી આજ્ઞા મને પાછી આપે એટલે નૃત્યવિધિ દેખાડી દીધાનું જણાવે.
* પછી તે દેવકુમાર અને દેવકુમારીએ હર્ષપૂર્વક તે આજ્ઞા કબુલ કરે છે. પછી જે જગે પર શ્રમણ ભગવાન મહાવીર-મહારાજા છે, ત્યાં ગૌતમસ્વામી આદિ શ્રમણ-નિગ્રંથે છે, ત્યાં તે દેવકુમાર અને દેવકુમારીએ આવે છે, બધી એકઠી થાય છે, બધી લાઈનસર ઊભી રહે છે. બધી લાઈનસર રહીને ગૌતમસ્વામીઆદિને નમસ્કાર કરે છે, લાઈનસર ઊંચી થાય છે, લાઈનસર અવનત થાય છે, લાઈનસર ઊભી થાય છે, અક્કડપણે અહી નમે છે, પાછી ઊંચી થાય છે, લાઈનસર આગળ જાય છે અને સાથેજ ઓગણપચાસ જાતનાં વાજી ગ્રહણ કરે છે, સાથે જ વગાડે છે સાથેજ ગાય છે અને સાથેજ નાચે જ છે. તે ગાયન તે વાજીંત્રનું વગાડવું એટલું બધું મને હર હતું કે જેને અંગે શાસ્ત્રકાર મહારાજ દેવમરણ થઈ ગયું હતું, એમ જણાવે છે.
- આવી રીતે નાટકને પૂર્વરંગ કરીને પ્રથમ નાટકમાં તે દેવકુમાર અને દેવકુમારીઓ શ્રમણ ભગવંત મહાવીર-મહારાજાને
સ્વસ્તિક-શ્રીવત્સનંદ્યાવર્તા–વર્ધમાનક–ભદ્રાસન-કલશ–મસ્યયુગ્મ અને દર્પણ એવા અષ્ટમંગલની રચનાથી મને હર આશ્ચર્યકારક નાટયવિધિ પહેલાં દેખાડે છે.
(વાચકવૃંદે આ જગો પર ધ્યાન રાખવાની જરૂર છે કે સૂર્યાભદેવતાએ ભગવાન મહાવીર–મહારાજને આપ સર્વજ્ઞ સર્વ દશી છે એમ જણાવી નૃત્ય દેખાડવાની જરૂર નથી, એમ જણાવી શ્રી ગૌતમસ્વામી આદિ શ્રમણ ભગવંતેને માટે નાટક જણાવું છું, એમ કહ્યું હતું. પરંતુ માત્ર ભક્તિપ્રદર્શક વાક્ય હતું. .